________________
ગાથા-૮૦,૮૧
૨૩૧
• ગાથા-૮૦,૮૧ -
અપ્રશસ્ત, નિર્બળ અને શિથિલ નિમિત્તોમાં સર્વે કાર્યો વર્ષવા અને આત્મ સાધના કરવી.
પ્રશસ્ત નિમિત્તોમાં હંમેશાં પ્રશસ્ત કાર્યો આરંભવા. અપ્રશસ્ત નિમિત્તોમાં સર્વે કાર્યો વર્જવા. • ગાથા-૮૨ થી ૮૪ - - દિવસ કરતાં તિથિ બળવાન છે. - તિથિ કરતાં નક્ષત્ર બળવાન છે. - નક્ષત્ર કરતાં કરણ બળવાન છે. - કરણથી ગ્રહદિન બળવાન છે. – ગ્રહદિનથી મુહૂર્ત બળવાન છે. - મુહૂર્તથી શકુન બળવાન છે. - શકુનથી લગ્ન બળવાન છે.
– તેના કરતાં નિમિત્ત પ્રધાન છે, વિલગ્ન નિમિત્તથી નિમિત્ત બળ ઉત્તમ છે, નિમિત્ત પ્રધાન છે. નિમિત્તથી બળવાન્ આ લોકમાં કશુંયે નથી.
• ગાથા-૮૫ -
આ રીતે સંક્ષેપથી બળ-નિર્બળ વિધિ સુવિહિત દ્વારા કહેવાઈ છે. જે અનુયોગ જ્ઞાન ગ્રાહ્ય છે અને તે અપ્રમત્તપણે જાણવી જોઈએ.
ગણિવિધા પ્રકીર્ણક-સૂત્ર-૮, આગમ-૩૧-નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂવાનુવાદ પૂર્ણ |