Book Title: Agam 19 Nirayavalika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ૧/૭ વિચરતા અહીં પધાર્યા છે - સમોસર્યા છે, આ જ ચંપાનગરીમાં પૂર્વભદ્ર ચૈત્યમાં યથપ્રતિરૂપ અવગ્રહ સાચી સંયમ અને તપથી પોતાને ભાવિત કરતાં વિચરે છે. તથારૂપ અરહંત ભગવંતનું નામ ગોત્ર પણ શ્રવણ કરતાં મહાફળ પ્રાપ્ત થાય છે, તો પછી સન્મુખ જવું, વાંદવું, નમવું, પ્રતિપૃચ્છા કરવી, પર્યાપાસના કરવાના ફળનું પૂછવાનું જ શું હોય? એક પણ આર્ય ધાર્મિક વચન શ્રવણનું મહાફળ છે, તેથી વિપુલ અર્થગ્રહણાર્થે, હું ત્યાં જઉં, ભગવન્ ! મહાવીરને વંદન-નમન-સત્કાર-સન્માન કર્યું. કલ્યાણ-મંગલ-દૈવ-ચૈત્યરૂપ તેમની પર્યાપાસના કરું, જે ભવાંતરમાં પણ મને હિતકારી આદિ થશે. ઈત્યાદિ - ૪ - ૨૫ [અત્રે વૃત્તિકારશ્રી ઉક્ત શબ્દોની વ્યાખ્યા કરે છે, જે પૂર્વે અનેકવાર કરાયેલ હોવાથી અમે અત્રે નોંધતા નથી.] - ૪ - X + X + પછી ધર્મકાયર્થિ નિયુક્ત ચાતુર્ઘટ અશ્વરથ - x - ઉપસ્થાપિત કરવા આજ્ઞા આપી. સ્નાન કર્યુ, પછી સ્વગૃહે દેવોનું બલિક્રમ કર્યુ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા જેથી દુઃસ્વપ્નાદિ નિવારણ થાય. - x - શુદ્ધ પ્રાવેશ્ય વસ્ત્રો પહેર્યા. - x - કુન્દિકા, ચિલાતી, વટભા આદિ [જ્ઞાતાધર્મકથામાં વર્ણિત] દાસીઓ સાથે - ૪ - પરીવરીને ઉપવેશન મંડપમાં આવી, રથમાં બેઠી. ભગવંત મહાવીર પાસે પહોંચી ચાવત્ પર્યુપાસના કરવા લાગી. - ૪ - ૪ - ત્યારપછી સૂત્રમાં - કાલીદેવીનો પુત્ર કાલકુમાર હાથી-ઘોડાદિ સાથે કોણિક રાજા વડે નિયુક્ત અને ચેટક રાજા સાથે યમુશલ સંગ્રામમાં જે કર્યુ તે કહે છે - સૈન્યનું હત થવું, માનનું મથન, સુભટોનો વિનાશ, ગરુડાદિ ધજાનું પાડી દેવાયું. તેથી દિશા ન સૂઝતા ચેટક રાજાની લગોલગ આવી ગયો. - x - તે જોઈને ક્રોધિત-રુષ્ટ થયેલા, કુપિત, ક્રોધ જ્વાલાથી બળતા - x - ચેટક રાજાએ - ૪ - ૪ - બાણના એક જ પ્રહારથી પાષાણમય મહામારણ યંત્રની માફક પ્રહારથી તેને હણ્યો. • સૂત્ર-૮ થી ૧૦ : [૮] ભગવન્ ! એમ કહી ગૌતમરવામીએ યાવત્ વાંદીને પૂછ્યું – ભગવન્ ! કાલકુમાર ચાવત્ મુશલ સંગ્રામમાં લડતા ચેટક રાજા વડે ફૂટ પહાર વત્ એક પ્રહારથી હણીને મારી નાંખતા, તે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? ગૌતમ ! એમ કહી ભગવંત મહાવીરે એમ કહ્યું – ગૌતમ ! નિશ્ચે કાલકુમાર વત્ - ૪ - મરીને સૌથી પંકપ્રભા પૃથ્વીમાં હેમાભ નામે નકમાં ૧૦ સાગરોપમ સ્થિતિક નકાવાસે નૈરયિકપણે ઉત્પન્ન થયો. [૯] ભગવન્ ! કાલકુમાર કેવા આરંભ - કેવા સમારંભ - કેવા આભ સમારંભથી, કેવા ભોગ - કેવા સંભોગ કેવા ભોગસંભોગથી, અશુભકૃત્ કર્મના ભારથી કાળમારો કાળ કરીને ચોથી પંકપભાપૃતમાં નૈરયિકપણે ઉપજ્યો ? નિશ્ચે ગૌતમ ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે ઋદ્ધ-તિમિત-સમૃદ્ધ નગર હતું. ત્યાં શ્રેણિક નામે મહાન રાજા હતો. તેને નંદા નામે રાણી હતી. જે સુકુમાલ ચાવત્ વિચરતી હતી. તે શ્રેણિક રાજા અને નંદા રાણીનો આત્મજ ૨૬ નિસ્યાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ એવો અભય નામે સુકુમાલ યાવત્ સુરૂપકુમાર હતો. જે શામ દંડમાં ચિત્રની જેમ વર્તી રાજ્યકુરાનો ચિંતક હતો. તે શ્રેણીક રાજાને બીજી ચેલ્લણા નામે સુકુમાલ સાવત્ રાણી પણ હતી. [૧૦] તે ચેલ્લણા દેવીને કોઈ દિવસે તે તેવા પ્રકારના વાસગૃહમાં ચાવત્ સિંહ સ્વપ્ન જોઈને પ્રભાવતી માફક જાગી યાવત્ સ્વપ્નપાઠકને વિદાય આપી. યાવત્ ચેલ્લણા તે વચનોને સ્વીકારી પોતાના ભવનમાં પ્રવેશી. ત્યારપછી ચેલ્લણાને અન્ય કોઈ દિવસે ત્રણ માસ બહુ પ્રતિપૂર્ણ થતાં આવા પ્રકારનો દોહદ થયો - તે માતાઓ ધન્ય છે યાવત્ તેમનું જન્મ અને જીવિતનું ફળ છે, જે શ્રેણિક રાજાના ઉદરનું માંસ પકાવી, તળી, સેકીને સુરા યાવત્ પ્રસન્ના સાથે આસ્વાદન કરતી યાવત્ પરિભાગ કરતી દોહદને પૂર્ણ કરે છે. * વિવેરાન-૧૦ - મોઢે આદિ-પકાવીને, તળીને, ભૂંજીને, પ્રસન્નાદ્રાક્ષાદિ દ્રવ્યજન્ય મનની પ્રસક્તિ હેતુ, કંઈક આસ્વાદન કરતી, પરસ્પર બીજાને ખવડાવતી. [આ દોહદથી તેણી લોહી વિનાની સુષ્ક, ભુખ્યા જેવી, માંસ રહિત, ભગ્ન મનોવૃત્તિવાળી, ભગ્તદેહ, નિસ્તેજ, દીન, સફેદ થઈ ગયેલા વદનવાળી, અધોમુખી થઈ યોગ્યાયોગ્યનો વિવેક ભૂલી ગઈ. ઈત્યાદિ - ૪ - તેથી શ્રેણિકનો આદર ન કરતી, સામે ન જતી, મૌન રહે છે. - સૂત્ર-૧૧ - ત્યારે તે ચેલણાદેવી, તે દોહદ પૂર્ણ ન થતાં સુષ્ઠ, ભુખી, નિર્માસ, વરુણા, ભગ્ન શરીરી, નિસ્તેજ, દીનવિમન વદના, પાંડુ મુખી, અવનમિત નયન અને વદન કમળવાળી થઈ, યથોચિત પુષ્પ-વસ્ત્ર-ગંધ-માળા-અલંકારનો ઉપભોગ ન કરતી, હાથ વડે મસળેલ કમળની માળા જેવી, અપહત મનો સંકલ્પા થઈ યાવત્ ચિંતામાં થઈ. પછી તે ચેલ્લણા દેવીની આંગ પરિચારિકાઓએ તેણીને શુષ્ક યાવત્ ચિંતામન જોઈ, જોઈને શ્રેણિક રાજા પાસે આવી, આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું – નિશ્ચે હે સ્વામી ! અમે જાણતા નથી કે ચેલણાદેવી કયા કારણથી સુષ્ક, ભુખી સાવત્ ચિંતામન છે. ત્યારે શ્રેણિકરાજાએ તે અંગ પરિચારિકા પાસે આ અર્થ સાંભળી, સમજી પૂર્વવત્ સંભ્રાંત થઈ ચેલ્લણા દેવી પાસે આવે છે, આવીને તેણીને સુષ્ક યાવત્ ચિંતામન જોઈને આમ બોલ્યા – હે દેવાનુપિયા ! તું કેમ સુખ યાવત્ ચિંતામાં છો ? ત્યારે ચેલ્લણાદેવી શ્રેણિક રાજાના આ કથનનો આદર કરતી નથી, જાણતી નથી પણ મૌન રહે છે. ત્યારે તે શ્રેણિક રાજા યેલ્લણાને બીજી-ત્રીજી વખત પણ આમ કહે છે શું હું તારી વાતને સાંભળવા યોગ્ય નથી કે જેથી તું આ અર્થને ગોપવે છે ? ત્યારે તે ચેલણાદેવી શ્રેણિક રાજાએ બે-ત્રણ વખત -

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26