Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 1199
________________ શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘની કારોબારીના સક્રિય સભ્ય છે. તથા શ્રી ઝાલાવાડ દશા શ્રીમાળી જ્ઞાતિની કારોબારીના પણ સક્રિય સભ્ય તરીકે રહી પિતાની ધાર્મિક ફરજ બજાવે છે. આ રીતે ધાર્મિક કાર્ય કરતા રહી પિતાના વ્યાપારિક કાર્યમાં પણ આગળ પડતા ભાગ ભજવી પિતાની ફરજ બજાવતા રહે છે. એ રીતે વ્યાપારિક પ્રવૃત્તિમાં તેઓ આગળ પડતા હોવાથી શ્રી પાંચકુવા કાપડ મહાજનના ટ્રસ્ટી તરીકે તથા મહાજનના મંત્રી તરીકે નીમાયેલ છે. આ ઉપરાંત ધી યુ પી ડાયક પ્રોડકટ પ્રાઈવેટ લિ. ના ડાયરેકટર તથા પાવર લુમ ફેકટરીના તેઓ ૧૯૬૦થી ચેરમેન પદને શોભાવે છે. આ રીતે ધાર્મિક અને સામાજીક કાર્યના વ્યવસાયમાં પરોવાયા છતાં પિતાની સાંસારિક જીવનની દાંપત્ય ફરજ પણ યોગ્ય રીતે બજાવતા રહે છે. અ.સૌ. ચંદ્રા બેનને તેમનાથી બે પુત્ર અને બે પુત્ર થયેલ છે, તેઓ પણ માતા પિતાના સુસંસ્કારોથી સારા સંસ્કાર વાળા છે. - અ. સી. ચંદ્રા બહેન આ ચાર સંતાનેની સાંસારિક સંપત્તિ મૂકી એક નવી કી માંદગી ભેગવીને સં. ૨૦૩૪ના ફાગણ વદ 8 તા. 1-4-78 શનિવારના દિવસે આ લેકનો ત્યાગ કરી સઘળા કુટુંબ પરિવારને પિતાની પાછળ વિલાપ કરતા મુકી પરલકવાસી થયા છે. શાંતીલાલભાઈને પિતાના અર્ધાગિનીને વિયેગ અસહ્ય હોવા છતાં પિતાના ધાર્મિક જ્ઞાનને લઈ માનસિક વૈર્યનું અવલમ્બન કરી શ્રી શાંતીનાથ ભગવાનના સ્મરણ પૂર્વક શાંતી મેળવી પિતાની અનેક વિધ ધાર્મિક અને સામાજીક પ્રવૃત્તિમાં નિરંતર પ્રવૃત્તિશીલ રહી યથાવત્ જીવન નિર્વાહ કરે છે. ધાર્મિક પ્રવૃત્તિમાં પૂજ્ય આચાર્ય વર્ય મહારાજ શ્રી ઘાસીલાલ મ. સા. તરફથી પ્રકાશિત થતા આગમ દ્વારના કાર્ય પ્રત્યે તેમનું લક્ષ્ય દેરાયું. તેમને આ કાર્ય ચિકર અને નિર્જરા આપનારૂં જણાયાથી તથા ભવિષ્યની પ્રજા માટે ઉપયોગી નિવડે તેમ સમજાયાથી આ કાર્યના મુખ્ય સંચાલક પૂ. મુનિશ્રી કન્વેયાલાલજી મ. સા. ને સમાગમ મેળવી આકાર્યના ઉત્તેજન માટે રૂ. 5001 ) પાંચ હજાર એકની સહાયતા આપી આ સંસ્થાના તેઓ આદ્ય મુરબ્બી બનેલ છે. આવા ધર્મપરાયણ શાંતિલાલભાઈને પરમ કૃપાળુ પ્રભુ શ્રી મહાવીર ભગવાન પાસે પ્રાર્થના છે કે તેઓ દીર્ધાયું બને તેમજ સાથે સાથે આ કાર્ય સંપૂર્ણ થાય એ રીતે આ કાર્યમાં પણ સક્રિય પ્રવૃત્તિ કરી દરેક રીતે આ કાર્યમાં સહભેગી થાય તેવી અપેક્ષા રાખીએ છીએ. માનદ્ મંત્રી. શ્રી આચારાંગ સૂત્ર : 4

Loading...

Page Navigation
1 ... 1197 1198 1199