Book Title: Agaddatta Rasmala
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 12
________________ અનેક પ્રાચીન જૈન જ્ઞાનભંડારો તેમજ અન્ય સંસ્થાઓમાં આ સાહિત્યની હસ્તલિખિત પ્રતો સચવાઈ ગઈ છે. ઉપરાંત લંડન, જર્મની, જાપાન જેવા વિદેશોમાં પણ હજારો હસ્તલિખિત પ્રતો રહેલી છે. ત્યાં પણ ખૂબ સારી રીતે તેની સારસંભાળ લેવાઈ છે. આપણા શ્રુતવારસાની સમૃદ્ધિનું કારણ સુરક્ષિત રહેલ આ હસ્તલિખિત પ્રતો છે. આજ સુધી તેનું સંરક્ષણ કરનાર તે તે સંસ્થાઓ ધન્યવાદને પાત્ર છે. છેલ્લા થોડા વરસોથી અપ્રગટ સાહિત્યને પ્રગટ કરવાનું તેમજ પ્રગટ ગ્રંથોનું ફરી સંશોધન કરી શુદ્ધ કરી પુનઃપ્રકાશિત કરવાનું ભગીરથ કાર્ય વિદ્વાન સાધુ ભગવંતો કરી રહ્યા છે. જેમાં પૂજ્યપાદ શ્રી પુણ્યવિજય મ. સા., પૂ. સાગરજી મ.સા., પૂ. જંબુવિજય મ. સા. સર્વોપરિ સ્થાને રહ્યા છે. ત્યાર પછી વર્તમાન સમયે પૂ. હેમચન્દ્રસૂરિ મ.સા., પૂ. શીલચન્દ્રસૂરિ મ. સા., પૂ. મુનિચન્દ્રસૂરિ મ.સા., પૂ. ભુવનચન્દ્રજી ઉપા., પૂ. સોમચન્દ્રસૂરિ મ.સા., મુનિ વૈરાગ્યરતિ વિ. મ.સા., મુનિ પ્રશમરતિ વિ. મ.સા., સા. ચંદનબાળાશ્રીજી મ.સા. આદિ શ્રત-ઉદ્વારનું મહાન કાર્ય કરી રહ્યાં છે. જેઓની અનુમોદના કરીએ એટલી ઓછી છે. આ બધા મહાત્માઓમાંથી પ્રેરણા અને માર્ગદર્શન પામી તથા શ્રુતભક્તિના ભાવથી પ્રેરાઈ સચ્ચારિત્ર ચૂડામણી પ. પૂ. આચાર્ય ભગવંત વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના ૫૦ માં સ્વર્ગારોહણ વર્ષના નિમિત્તને પામી અમારા નાના મુનિઓએ આજ સુધી અપ્રગટ એવી ૫૦ પ્રાચીન ભિન્ન-ભિન્ન કૃતિઓને લિવ્યંતર કરી પ્રગટ કરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ અનુસાર અથાગ પ્રયત્નો શરૂ કર્યા. ભિન્ન-ભિન્ન કાલે રચાયેલી ભિન્ન-ભિન્ન કર્તાઓની એક જ વિષય ઉપરની ઉપલબ્ધ સર્વ કૃતિઓ એકત્રિત કરી તેમાથી અપ્રગટ કૃતિઓને એક સાથે પ્રગટ કરવાનો પ્રયત્ન પ્રાયઃ પ્રથમવાર થઈ રહ્યો છે. ભિન્ન-ભિન્ન પ્રત્યેક કૃતિઓનો તથા કર્તાનો પરિચય, વિષયદર્શન તેમજ પ્રત્યેક કૃતિઓનું તુલનાત્મક સંપ્રેક્ષણ કરી તેમાં રહેલ વિશેષતાઓને જુદી તારવીને પીઠબંધ અભ્યાસલક્ષી બનાવ્યો છે. કથાના દ્વિતીય પ્રવાહનો આધાર લઈને “અગડદત્ત કથા આપવામાં આવી છે. જેમાં કથાને રોચક બનાવવા સંવાદો ઉમેર્યા છે. અગડદત્ત ચરિત્ર વિવિધ દ્રષ્ટિએ ખૂબ જ બોધદાયક છે. ઘણા સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ વગેરે અવસરે કોઈ ચરિત્રનું વર્ણન કરવા રાસનો આધાર લેતા હોય છે. તેઓને જૂની ગુજરાતી (મારુ ગર્જર) ભાષાનો પરિચય અલ્પ હોય તો તેમને રાસ વાંચનમાં સુગમતા રહે એ માટે તથા અન્ય કોઈને પણ આ ચરિત્રનો બોધ મળી રહે એ હેતુથી “અગડદત્ત કથા' વિસ્તારથી આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 806