Book Title: Agaddatta Katha
Author(s): Kalpana K Sheth
Publisher: Z_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf

View full book text
Previous | Next

Page 5
________________ અગડદત્ત કથા (૨) અગડદત્તની શિક્ષા : માતા પતિના મૃત્યુથી દુ:ખી છે. અને પુત્રને પિતા જેવો શસ્ત્રમાં પારંગત બનાવવા શસ્ત્રવિદ્યા શીખવા માટે તેને કાંશીબામાં રહેતા પોતાના પતિના પરમમિત્ર અને સહાધ્યાયી દઢપ્રહારીને ત્યાં મોકલે છે.૧૭ રાસમાં તેની માતા પતિના મૃત્યુના શોક ઉપરાંત પોતાનો અનાદર થતો જોઈ અભંગસેન સાથે બદલો લેવાની ભાવના સેવે છે. સ્વર્ગીય પતિની ઇચ્છા પુત્રને શસ્ત્રમાં પારંગત બનાવવાની હોઈ તેમના મિત્ર ઉપાધ્યાય સોમદત્ત પાસે ચંપાપુર મોકલે છે.૮ (૩) નાયિકાનું નામ : કથામાં નાયિકાનું નામ શ્યામદત્તા છે જ્યારે રાસમાં નાયિકાનું નામ મદનમંજરી૯ છે જે તેના વર્ણિત રૂપસૌંદર્યને અનુરૂપ અને પ્રમાણાત્મક લાગે છે. (૪) નાધિકાનું પ્રાયનિવેદન : કથામાં નાવિકા સ્પામદત્તા વૃક્ષ વાટિકામાં સ્વરૂપવાન અગડદત્તને જોઈ પોતે મોહી જાય છે અને પોતાનો સ્વીકાર કરવા અનુરોધ કરે છે. તેટલો જ ઉલ્લેખમાત્ર છે. જ્યારે રાસમાં આ કથા વિસ્તૃત રૂપ ધારણ કરે છે. તેમાં નાયિકા મદનમંજરી વૃક્ષવાટિકામાં નાયકને જઈ તેના પર મુગ્ધ થાય છે. ઝરૂખાાંથી ઝાડની ડાળીએ પ્રશ્રીએ કુદતી તેની પાસે પહોંચી પ્રાય નિવેદન કરે છે. આ પ્રણયનું કારણ તેના પતિનું વિદેશગમન છે તેમ દર્શાવવામાં આવ્યું છે. (૫) અગડદનનો વિવાદ : થામાં અગડદ-મદનાનો વિવાહ થયાનો કોઈ ઉલ્લેખ નથી. અગડદા સ્પામદત્તાને લઈ ઉજ્જયિની જાય છે તેટલો માત્ર નિર્દેશ છે. જ્યારે રાસમાં અગડદત્ત-મદનમંજરીના વિવાહનો પ્રસ્તાવ લઈ શૂરસેન રાજા પાસે જાય છે. ત્યારે અગડદત્ત ઉપદ્રવી ચોરને પકડી મારી નાંખી તેનો ખજાનો રાજાને ભેટ ધરે છે અને મદોન્મત્ત માર્થીને અંકુશિત કરે છે ત્યારે રા પોતે જ તેઓનાં લગ્ન કરાવી આપે છે તેવો ઉલ્લેખ છે. જેથી કથાના રસપ્રવાહને સરળતાથી આગળ ધપાવી વાંચ. ના દિલમાં સાહસિક અગડદત્ત પ્રત્યેના માનમાં વૃદ્ધિ કરે છે, ૨૧ (૧) અગડદનનું સ્વદેશ પાછા આવવું ; કથામાં અગડદન સ્પામદત્તા સાથે ઉજ્જૈમિની પાછો ફરે છે તેમાં અટવીનું ભયાનક, બિહામણું વર્ણન છે. જેમાં અગરદત્ત પાખંડી પરિત્રાજકરૂપી ચોર, હાથી, વાધ, વિષ સર્પ અને અર્જુન નામે ભયાનક ચોર જેવાં સંક્ટોનો સામનો કરી હેમખેમ પાર ઊતરે છે તેવો ઉલ્લેખ છે. જ્યારે રાસમાં કથા જેવાં અને જેટલાં ભયાન, બિહામણાં વર્ણન નથી. તેમાં નદી. સિંહ, સર્પ અને ચોર જેવાં ચાર સંકટોનો ઉલ્લેખ કરેલો છે જેમાંથી ચોર અને સર્પ એમ બે સંકો સમાન છે અને બાકીનાં સંકો બિન મળી આવે છે. (૭) અભંગસેન વધ : કથામાં શિક્ષા પ્રાપ્ત કરી પાછાં ફરતાં અગડદત્તે તેના પિતાના હત્યારાની હત્યા કરી કે તેની સાથે Jain Education International ૩૭ દ્વંદ્ધ યુદ્ધ કર્યું તેવો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે રાસમાં કથા વિકાસ પામે છે. કથાને રોચક બનાવવા અગડદત્ત શિક્ષા પ્રાપ્ત કરી વસંતપુર પાછો ફરે છે ત્યારે પિતાના હત્યારા અભંગસેનને સ્વાગતાર્થે સરોવર પાસે આમંત્રિત કરે છે. તેની સાથે તૈહયુદ્ધ કરી તેને મારી નાખે છેકે તેનો ઉલ્લે મળે છે (૮) વિદ્યાધર અને નાયિકા : કથામાં નગર ઉજાણીના પ્રસંગે નાયિકા શ્યામદક્ષાને નાગ ડંસ દે છે ત્યારે તે મૃત્યુ પામે છે. અગડદત્તને વિલાપ કરતો જોઈ ત્યાંથી પસાર થનાર વિદ્યાધર યુગલ કરુણાઆવે ત્યાં આવે છે અને એને સજીવન કરે . છે.૨૩ તેવો ઉલ્લેખ છે જ્યારે રાસમાં આ કથાને એક નવો જ વળાંક મળે છે, સરોવર કિનારે અગડદત્તની ગેરહાજરીમાં નાયિકા મદનમંજરી પરપુરુષ સાથે સંભોગ કરે છે. ત્યાંથી પસાર થતો એક વિદ્યાધર આ જુએ છે તેથી દુ:ખી અને ગુસ્સે થાય છે. મદનમંજરીને શિક્ષા કરવા તે નીચે ઉતરી આવે છે. તે દરમ્યાન એક કાળોતરો સર્પ તેને ડંસ દે છે અને તે મૃત્યુ પામે છે. તે જોઈ વિદ્યાધર તેને યોગ્ય શિક્ષા થયાનો સંતોષ અનુભવે છે. મદ મંજરીના દુષ્ચરિત્રથી અજાણ એવો અગડદત્ત તેની પાછળ બળી મરવા તૈયાર થાય છે ત્યારે અગડનની કરૂણાર્ક વિનંતીથી વિદ્યાધરે ના છૂટકે મદનમંજરીને સજીવન કરી બચાવી છે તેવો ઉલ્લેખ મળી આવે છે જે કથાને રોચક અને મર્મીલી બનાવે છે. (૯) કથામાં વિદ્યાધર યુગલનો ઉલ્લેખ છે જ્યારે રાસમાં એક વિાધરનો ઉલ્લેખ છે. (૧૦) કથામાં નાયક-નાયિકાનાં સુંદર રોમાંચ નખ-શિખ વર્ણનો છે. તેમાં અનેક ઉપમા, ઉપમેય અને રૂપકો દ્વારા પ્રાકૃતિક વર્ણનો તથા અટવીનાં ભયાનક વર્ણનો કરવામાં આવેલાં છે. જ્યારે વાસમાં વિસ્તૃત વર્ણનોને સ્થાન આપવામાં આવ્યું નથી. કથાને પરંતુ રોચક અને ધાર્મિક બનાવવાનો પ્રયત્ન કરેલો જણાય છે. (૧૧) અગડદત્તન દીધા : કથામાં અગડદત્ત દીક્ષિત થઈ પોતાના ચરિત્રનું સ્વયં આત્મવૃતાંત કહે છે. જ્યારે રાસમાં અડદન દેવસ્થાનમાં મળેલા ચોરોના નાયક દ્વારા પોતાનું ચરિત્ર સાંભળી સંસારની અસારતા અને સ્ત્રીચરિત્રની વિપમના જાણી દીક્ષા અંગીકાર કરે છે તેઓ ઉલ્લેક મળી આવે છે. ૧ આમ અગડદાકથા સાથે અગડદા રાસનાં પ્રસંગોપાત્તની તુલના કરતાં કથાકાર કરતાં રાસકારે અનેક સ્થાને સુધા૨ો - વધારો સ-રસ અને રોચક બનાવી છે એમ કહી શકાય છે. સંદર્ભસૂચિ શ્રી ભવરલાલ નાહટા, અગડત્ત કથા અને તત્સંબંધી જૈન સાહિત્ય, વરદા, વર્ષ ૨ અંકડ ૩ પૃ છે ૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6