Book Title: Agaddatta Katha Author(s): Kalpana K Sheth Publisher: Z_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf View full book textPage 1
________________ અગડદત્ત કથા 0 શ્રીમતી કલ્પના કનુભાઈ શેઠ પ્રાસ્તાવિક માનવહૃદયમાં જીજ્ઞાસા અને કુતૂહલની લહેરો એકઠી કરી તેને ફરી ક્રમે ક્રમે સંતોષવાની અદ્દભુત શક્તિ કથામાં રહેલી છે, જેથી શ્રોતાજનો કથા સાંભળતી વખતે તેમાં એકાકાર થઈ જાય છે. આબાલ-વૃદ્ધ દરેક માનવીને કથા-વાર્તામાં અખૂટ રસ પડે છે. જેથી દરેક દેશને પોતાની કથાઓ-લોકકથાઓ હોય છે. આમ કથા સર્જવાની વૃત્તિ આદિમાનવ જેટલી પ્રાચીન ગણી શકાય. પ્રથમ તો કથાઓ મૌખિક પરંપરામાં જ હતી, ક્રમશઃ તેનો વિકાસ થતાં સ્વકીય પોત દર્શાવતું લોકસાહિત્ય ભારતમાં ઇ. સ. પૂર્વેની બીજી કે ત્રીજી શતાબ્દીથી પ્રાપ્ત થાય છે. ભારતમાં ઈ. સ. પૂર્વેની ૧૫૦૦ની આસપાસ આર્યોના આગમનથી કથાસાહિત્યનો ઉદ્ગમ અને વિકાસ દેખાય છે. ભારતની ત્રણે પરંપરા-વૈદિક, બૌદ્ધ અને જૈનમાં આવું સાહિત્ય રચાયેલું છે. તેમાં જૈન પરંપરામાં વિપુલ પ્રમાણમાં કથાસાહિત્ય પ્રાપ્ત થાય છે. જૈનપરંપરામાં સૌપ્રથમ એના આગમસાહિત્ય અને તેના પર લખાયેલા ટીકાત્મક સાહિત્ય-નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાસાહિત્યમાં આવી કથાઓ સાંપડે છે. આમાં જૈન પરંપરામાં પ્રચલિત એવા સ્થૂલિભદ્ર, કરકંડુ, મૃગાપુત્ર જેવા ધાર્મિક પુરુષો અને મૃગાવતી, સુલસા, સુભદ્રા જેવી ધાર્મિક સ્ત્રીઓની ચરિત્રકથા નોંધપાત્ર છે. આ પછી એ વિષય પર જૈન મુનિઓએ સ્વતંત્ર ચરિત્રકથાગ્રંથો રચ્યા છે, આવી અનેક ચરિત્રકથાઓમાંની એક છે. અગડદત્તમુનિની કથા, જૈન પરંપરામાં અગડદત્ત અંગેની કથાને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પરિણામે જૈન સાહિત્યમાં આ કથાને આધારે અનેક કૃતિઓ જેવી કે આખ્યાન કાવ્યો, રાસ, પ્રબંધની રચના જૈન વિદ્વાનોએ કરી છે.' સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાત, રાજસ્થાની વગેરે અનેક ભાષામાં ગદ્ય અને પદ્યમાં અગડદત્ત અંગેનું કથાસાહિત્ય ઉપલબ્ધ છે. આ કથા જૈન પરંપરામાં સર્વપ્રથમ પાંચમી ૨. તાબ્દીમાં સંઘદાસગણ દ્વારા રચાયેલ પ્રાકૃતકથાગ્રંથ “વસુદેવ હિન્ડી” અન્તર્ગત પ્રાપ્ત ધમ્મિલહિન્ડી કથામાં એક ઉદાહરણ રૂપે પ્રાપ્ત થાય છે. આ પછી આઠમી શતાબ્દીમાં જિનદાસ ગણિ કૃત ‘ઉત્તરાધ્યયન ચૂર્ણિ'માં તે એક દષ્ટાંત લેખે જોવા મળે છે. આ પછી આ કથા પ્રાકૃતમાં વાદિવેતાલ શાંતિસૂરિ કૃત ‘ઉત્તરાધ્યયન ટીકા' (ઇ. સ.) અને નેમિચંદ્રસૂરિ કૃત ઉત્તરાધ્યયન ટીકા (ઇ. સ. ૧૯૬૩)માંથી મળી આવી છે. કોઈ એક અજ્ઞાત કવિ કૃત ‘અગડદાચરિત્ર' પ્રકાશિત થયેલ છે. પણ એની રચના ક્યારે થઈ તે અનિશ્ચિત હોવાથી તે અંગે ચોક્કસપણે કાંઈ જ કહી શકાય તેમ નથી. આ કથાની પરંપરા આગળ જતાં લોકભાષા ગુજરાતી અને રાજસ્થાનમાં ઈ. સ. ૧૬મી સદીથી મનાય છે, જે લગભગ ૧૮મી સદી સુધી સતત ચાલુ રહે છે. અગડદત્ત સંબંધિત પ્રાપ્ત કાવ્યોની સૂચિ આ પ્રમાણે છે : (૧) અગડદત્ત રાસ (સં. ૧૫૮૪ અષાઢ વદી ૧૪ શનિવાર) ભીમકૃત. (૨) અગડદત્ત મુનિ ચોપઈ (સં. ૧૬૦૧) સુમતિકૃત." અગડદત્ત રાસ (સં. ૧૬ ૨૫, કારતક સુદ ૧૫, ગુરુવાર) કુશલલાભ કૃત અગડદત્ત પ્રબંધ (સં. ૧૬૬૬) શ્રી સુંદર કૃત (પ) અગડદત્ત ચોપાઈ સં. ૧૬૭૦) ક્ષેમકલશ કૃત અગડદત્ત રાસ (રચના સં. ૧૬૭૯) લલિતકીર્તિ કૃત અગડદત્ત રાસ (સં. ૧૭મી શતાબ્દી) ગુણવિનય કૃત અગડદત્ત રાસ (રચના સં. ૧૬૮૫) સ્થાનસાગર કૃતo અગડદત્ત ચોપાઈ (રચના સં. ૧૭૦૩) (પુણ્યનિધાન કૃત) ૧૧ (૧૦) અગડદત્ત રાસ - કલ્યાણસાગર કૃત'૧૨ (૧૧) અગડદત્ત ઋષિ ચોપાઈ (ર સં. ૧૭૮૭) શાંતિસૌભાગ્ય કૃત (૧૨) અગડદત્ત રાસ (અપૂર્ણ)૧૪ આ બધી ગુજરાતી અને રાજસ્થાનીમાં ઉપલબ્ધ કૃતિઓમાં કુશલલાભ રચિત કૃતિ ‘અગડદત્તરાસ' વિશેષ રસપ્રદ હોઈ તેનો સંક્ષિપ્ત સાર અત્રે પ્રસ્તુત કરવામાં આવે છે. અગડદત્તનો પરિચય : વસંતપુર નગરમાં ભીમસેન રાજા, તેને સુંદરી નામે પટરાણી, તેને સૂરસેન નામે સામંત, તેને અગડદત્ત નામે પુત્ર. સૂરસેનની ખ્યાતિથી આકર્ષાઈ એક સુભટ રાજા પાસે આવ્યો. રાજાની અનુમતિ મેળવી સુભટ અને સૂરસેન વચ્ચે યુદ્ધ થયું, જેમાં સૂરસેન મરાયો. રાજાએ સુભટને સેનાપતિ બનાવી અનંગસેન નામ આપ્યું. આ ઘટનાથી અગડદત્તની માતા દુ:ખી થઈ કેમકે સૂરસેનની ઇચ્છા પોતાના પછી પુત્ર અગડદત્તને સેનાપતિ બનાવવાની હતી. | (૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6