Book Title: Adinatha Bhagwana
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ તીર્થકરો તપ કરે છે . સળંગ ઉપવાસ સામાન્ય માનવી માટે શક્ય ન હોઈ તેઓ આંતરે દિવસે ઉપવાસ કરી અક્ષય તૃતીયાને દિવસે શેરડીના રસથી પારણું કરે છે. સાધુ બન્યા પછી ઋષભદેવ ઘણાં સ્થળોએ ફર્યા. ખોરાક પાણીની પરવા કર્યા વિના ધ્યાનસ્થ અવસ્થામાં સતત રહેવા લાગ્યા. પણ એમના અનુયાયીઓ સાધુ જીવન કેમ પસાર કરવું તે જાણતા નહોતા. વળી તેઓ ઋષભદેવની જેમ ઉપવાસ વગેરે કરી નહોતા શકતા. તેઓ સંસારમાં શ્રેયાંસ ઋષભદેવને શેરડીનો રસ વહોરાવે છે પાછા ફરવા નહોતા ઇચ્છતા. પાસેના જંગલમાંથી ફળફળાદિ લાવીને ખાતા અને પોતાની સમજ પ્રમાણે જીવવા લાગ્યા. થોડા સમય બાદ ઋષભદેવને તેમની દયનીય પરિસ્થિતિ ધ્યાનમાં આવી. જૈન સાધુ જાતે ફળફળાદિ તોડીને વાપરી ન શકે. પણ સમાજના લોકોના ઘેરથી ખોરાક લાવીને વાપરી શકે. તેથી સાધુએ કેમ જીવવું તે તેમણે શીખવ્યું. અનેક વર્ષોની ઉગ્ર ધ્યાન તપશ્ચર્યા અને સત્ય પ્રાપ્તિની સાધનાને અંતે ઋષભદેવને ફાગણ વદ 11 ના દિવસે વડના વૃક્ષ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જે આખરી પરમ સિદ્ધિ અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ કહેવાય છે. સામાન્ય માનવીને સાચા રસ્તે વાળવા માટે શ્રી ચતુર્વિધ સંઘની ધર્મ વ્યવસ્થા શરૂ કરી જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમાવેશ થાય છે. રાજા ભરતનો પુત્ર ઋષભસેન મુખ્ય વડીલ સાધુ અને બ્રાહ્મી તથા સુંદરી સાધ્વી સમુદાયની વડી સાધ્વી બન્યા. ધર્મતીર્થના સ્થાપક તરીકે ઋષભદેવ હાલના અવસર્પિણી કાળના પહેલા તીર્થંકર હોઈ તેઓ આદિનાથ (આદિ એટલે પહેલા અને નાથ એટલે ઈશ્વર) કહેવાય છે. સંસ્થત જીવન દરમિયાન ભગવાન ઋષભદેવૈ સાંસારિક - શ્રાવકજીવન ઉદાર અને નૈતિક શતે જીવતાં શીખવ્યું. જૈન ધર્મમાં જાણીતી વરસીતપ તસેઠે ઓળખાતા આશરે 400 દવસના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા ભગવાન ઋષભદેવને થઐeતા ઉપવાસની યાદમાં છે. શ્રાવક કે સામાન્ય માનવી માટે પંચમહાવ્રતધારી સાઘુને શુદ્ધ ગૉચી વહોરાવવા ઉમદા કર્તવ્ય છે. આ પ્રમાણે આપણે સં%ાસી જીવન ન રવીકારી શકીએ તો સાધુને ખોરાક વહોરાવીને આપણે તેમના પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કર્શ શઈઍ. શ્રાપણાં શાસ્ત્રોમાં શ્રેયાંસના આ દાનધર્મના પ્રવૃતિની ભાશૈભાર પ્રશંસા કરવામાં અાવી છે. જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3