Book Title: Adinatha Bhagwana Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201002/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 22 તીર્થંકરો ૨. ભગવાન આદિનાથ સમય આદિ અને અંત વિનાનો છે. વિકાસના યુગથી શરૂ કરી વિનાશ સુધી સતત વિસ્તરતો રહે છે. જૈન પરંપરા પ્રમાણે વિકાસના યુગને ઉત્સર્પિણી અથવા ચઢતા પરિમાણનો સમય કહેવાય છે, જેમાં દીર્ઘ આયુષ્ય, અઢળક સંપત્તિ તથા તમામ પ્રકારના સુખ સમયે સમયે વધતા જોવા મળે છે. બીજી બાજુ પડતીના સમયને અવસર્પિણી કાળ અથવા ઉતરતા પરિમાણનો સમય કહેવામાં આવે છે, જેમાં જીવનનો કાળ ટૂંકો થતો જાય છે અને સામાન્ય રીતે તમામ પ્રકારના દુઃખો વધતા જોવા મળે. આ બે પ્રકારના યુગથી સમયનું ચક્ર ચાલે છે. જૈનધર્મની કાળમીમાંસા (બ્રહ્માંડ મીમાંસા) પ્રમાણે દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ છ આરામાં વહેંચાયેલો હોય છે. અત્યારનો સમય અવસર્પિણી કાળનો પાંચમો આરો ગણાય છે. હિંદુ પરંપરા પ્રમાણે તેને કળિયુગ કહે છે. અવસર્પિણી કાળના ત્રીજી આરા સુધી લોકો વધુ સાહજિક અને સાદું જીવન જીવતા હતા. વસ્તી ઓછી હતી. કુદરત લોકોની તમામ જરૂરિયાત પૂરી કરતી હતી તેથી માણસને તે માટે વધુ મહેનત નહોતી કરવી પડતી. વૃક્ષ રહેવા માટે મકાન તથા ડાળી પાંદડા વસ્ત્રો પૂરા પાડતા. વળી ભૂખ લાગે તો ફળ ફૂલથી તૃપ્ત થતા. નહાવા ધોવા પાણી પણ પૂરતું મળી રહેતું. ટૂંકમાં જીવન નિર્વાહ માટે તેમને સંઘર્ષ નહોતો કરવો પડતો. શાંતિથી જીવન ચાલતું હતું. આ સમય હજારો કે કરોડો વર્ષ પહેલાંનો ગણાય છે અને તે વખતે મનુષ્યનું આયુષ્ય લાખો વર્ષોનું હતું. તેઓ ટોળામાં રહેતાં. તેમના નાયકને કુલકર અથવા રાજા કહેતા. આ અરસામાં નાભિરાયા કુલકરની આગેવાનીમાં સહુ શાંતિમય જીવન વ્યતીત કરતા હતા. તેમને મરુદેવી નામની રાણી તથા ઋષભ નામનો પુત્ર હતા. ઋષભના જન્મ પછી રાજ્યમાં વસ્તીનો વધારો થયો પણ તેના પ્રમાણમાં કુદરતે સાથે ન આપ્યો. તેથી લોકોને પોતાની રોજિંદી જરૂરિયાત માટે ખૂબ જ સંધર્ષ કરવો પડ્યો. લોકોમાં ઈર્ષ્યા અને વેરભાવ વધી પડ્યા. રાજા તરીકે નાભિરાયાએ લોકોની જરૂરિયાત પૂરી પાડવા ખૂબ જ પ્રયત્નો કર્યા. ઋબ બહાદુર, ચતુર અને ખૂબ જ ઉત્સાહી યુવરાજ હોવાથી નાભિરાયાએ તેમના પર વિશ્વાસ મૂકી રાજ્યનો કારભાર તેમને સોંપ્યો. शिल्प मसि व्यापार દ જીવન જીવવાની કળા તથા વેપાર ધંધાનું કૌશલ્ય શીખવતા ઋષભદેવ ઋષભ દીર્ઘદષ્ટિવાળા હતા. વિચારક અને તકલીફમાંથી રસ્તા કાઢનારા હતા. જીવવા માટેના સંધર્ષને નિવારવા માટે કોઈ ચોક્કસ યોજનાઓ જરૂરી હતી. તેમણે લોકોને અનાજ કેમ ઉગાડવું તથા કાપડ કેમ બનાવવું તે શીખવ્યું. જીવનમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે તેમણે લોકોને વાસણો બનાવતા, રસોઈ બનાવતા, ઘર બાંધતા, કાપડ વણતાં તથા પશુપાલન જેવા વ્યવસાયો કરતાં શીખવ્યું. પથ્થર, ધાતુ તથા લાકડમાંથી સુંદર વસ્તુઓ બનાવતાં શીખવ્યું. આમ વિનિતા જે પાછળથી અયોધ્યા નામે જાણીતું બન્યું - નગરનું નિર્માણ થયું. જૈન થા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ ઋષભે લગ્નસંસ્થા અને કુટુંબજીવન વ્યવસ્થિત કર્યા. સામાજિક નીતિ-નિયમો અમલમાં આવ્યા. હવે ઋષભ ઋષભદેવ તરીકે ઓળખાયા. એમણે ઘણો લાંબો સમય રાજ કર્યું. તેમના રાજયકાળ દરમિયાન સહુએ સમાનતા, શાંતિ અને સલામતી અનુભવ્યાં. સહુ ઋષભદેવને ખૂબ જ પ્રેમ કરતા. ઋષભદેવને બે રાણીઓ હતી સુમંગલા અને સુનંદા. ઋષભદેવને ૧૦ દીકરા તથા બ્રાહ્મી અને સુંદરી નામે બે દીકરીઓ હતી. પણ સૌથી મોટા બે ભરત અને બાહુબલિ જ જાણીતા છે. આ ચાર ભાઈ-બહેન અનેક કલા ઉદ્યોગમાં પ્રવીણ હતા. ભરત બહાદુર સૈનિક અને કાબેલ રાજા હતા. એક એવો પણ મત છે કે ભારત દેશનું નામ પણ એમના નામ પરથી પડ્યું હશે. બાહુબલિ પણ નામ પ્રમાણે જ ગુણવાળા હતા. ભગવાન આદિનાથ પશ્યના સુનંદા અને સુસંવા સાથે લગ્ન બાહુ એટલે બાવડા અને બિલ એટલે તાકાતવાળા. બાહુબલિ તેમના અદ્વિતીય બાહુબલ માટે જાણીતા હતા. બાહ્મી ખૂબ જ વિદ્વાન હતી. લિપિ લખવાની કળામાં પારંગત હતી. તેના નામ પરથી બ્રાહ્મી લિપિ અસ્તિત્વમાં આવી હતી. સુંદરી ગણિતશાસમાં પારંગત હતી. ઋષભદેવને પોતાની સિદ્ધિઓ માટે સંતોષ હતો. પણ એક બનાવ એવો બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એકવાર તેઓ નૃત્યનો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા ને નર્તકી એકાએક મૂર્છિત થઈ અને મૃત્યુ પામી. આ ઘટનાએ તેમને વિચારતા કરી મૂક્યા. તેઓ મૃત્યુ વિશે સતત વિચારતા રહ્યા. વિશ્વની દરેક વસ્તુ અને દરેક પરિસ્થિતિ સતત બદલાયા કરે છે. કશું જ શાશ્વત નથી. આવું વિચારીને તેમણે ભૌતિક સુખોનો પરમ શાશ્વત સુખ માટે ત્યાગ કર્યો. પોતાનું રાજ્ય પોતાના પુત્રોને વહેંચી દીધું. ભરતને વિનિતા નગરી (અયોધ્યા) અને બાહુબલિને તક્ષશિલા આપ્યું. બાકીના ૯૮ ને પોતાના વિશાળ રાજ્યના ભાગો આપ્યા. અંતિમ સત્યની શોધ માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો અને સાધુ બની ગયા. એમના ચાર હજાર સાથીદારો એમના ધર્મ માર્ગના અનુયાયી બન્યા. સાધુ જીવનના નિયમ પ્રમાણે ઋષભદેવ લોકોના ઘેર ગોચરી માટે જતા પણ પોતાના વહાલા રાજાને શું આપવું તેની સમજ ન હોવાથી તેઓ ઋષભદેવને પોતાની પાસેની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઘરેણાં, પોતાના ઘર તથા અન્ય કિંમતી ચીજ વસ્તુઓ લેવા આગ્રહ કરવા લાગ્યા. પણ ભોજનનો આગ્રહ કરતા નહિ કારણ કે ભોજન જેવી સામાન્ય વસ્તુ મહાન રાજાને ન અપાય એમ સમજતા હતા. પરિણામે ઋષભદેવને દિવસો સુધી ઉપવાસ કરવા પડ્યા. આમ આશરે ૪૦ દિવસના ઉપવાસ થયા. એક દિવસ હસ્તિનાપુર પાસેના શેરડીના ખેતરમાંથી પસાર થતા હતા જે તેમના પ્રપૌત્ર શ્રેયાંસનું ખેતર હતું. તેણે પોતાના પ્રિય પ્રપિતામહને શેરડીનો રસ સ્વીકારવા કહ્યું. આમ શેરડીના રસથી લાંબા ઉપવાસનું પારણું થયું. આ વૈશાખ સુદ ૩ નો દિવસ હતો જેને આપણે અલય તૃતીયા તરીકે ઓળખીએ છીએ. આ દિવસ મે મહિનામાં આવે છે. આ બનાવને અનુસરીને જૈનો આશરે ૪૦૦ દિવસનું વર્ષીતપનું જૈન થા સંગ્રહ 23 Page #3 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો તપ કરે છે . સળંગ ઉપવાસ સામાન્ય માનવી માટે શક્ય ન હોઈ તેઓ આંતરે દિવસે ઉપવાસ કરી અક્ષય તૃતીયાને દિવસે શેરડીના રસથી પારણું કરે છે. સાધુ બન્યા પછી ઋષભદેવ ઘણાં સ્થળોએ ફર્યા. ખોરાક પાણીની પરવા કર્યા વિના ધ્યાનસ્થ અવસ્થામાં સતત રહેવા લાગ્યા. પણ એમના અનુયાયીઓ સાધુ જીવન કેમ પસાર કરવું તે જાણતા નહોતા. વળી તેઓ ઋષભદેવની જેમ ઉપવાસ વગેરે કરી નહોતા શકતા. તેઓ સંસારમાં શ્રેયાંસ ઋષભદેવને શેરડીનો રસ વહોરાવે છે પાછા ફરવા નહોતા ઇચ્છતા. પાસેના જંગલમાંથી ફળફળાદિ લાવીને ખાતા અને પોતાની સમજ પ્રમાણે જીવવા લાગ્યા. થોડા સમય બાદ ઋષભદેવને તેમની દયનીય પરિસ્થિતિ ધ્યાનમાં આવી. જૈન સાધુ જાતે ફળફળાદિ તોડીને વાપરી ન શકે. પણ સમાજના લોકોના ઘેરથી ખોરાક લાવીને વાપરી શકે. તેથી સાધુએ કેમ જીવવું તે તેમણે શીખવ્યું. અનેક વર્ષોની ઉગ્ર ધ્યાન તપશ્ચર્યા અને સત્ય પ્રાપ્તિની સાધનાને અંતે ઋષભદેવને ફાગણ વદ 11 ના દિવસે વડના વૃક્ષ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જે આખરી પરમ સિદ્ધિ અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ કહેવાય છે. સામાન્ય માનવીને સાચા રસ્તે વાળવા માટે શ્રી ચતુર્વિધ સંઘની ધર્મ વ્યવસ્થા શરૂ કરી જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમાવેશ થાય છે. રાજા ભરતનો પુત્ર ઋષભસેન મુખ્ય વડીલ સાધુ અને બ્રાહ્મી તથા સુંદરી સાધ્વી સમુદાયની વડી સાધ્વી બન્યા. ધર્મતીર્થના સ્થાપક તરીકે ઋષભદેવ હાલના અવસર્પિણી કાળના પહેલા તીર્થંકર હોઈ તેઓ આદિનાથ (આદિ એટલે પહેલા અને નાથ એટલે ઈશ્વર) કહેવાય છે. સંસ્થત જીવન દરમિયાન ભગવાન ઋષભદેવૈ સાંસારિક - શ્રાવકજીવન ઉદાર અને નૈતિક શતે જીવતાં શીખવ્યું. જૈન ધર્મમાં જાણીતી વરસીતપ તસેઠે ઓળખાતા આશરે 400 દવસના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા ભગવાન ઋષભદેવને થઐeતા ઉપવાસની યાદમાં છે. શ્રાવક કે સામાન્ય માનવી માટે પંચમહાવ્રતધારી સાઘુને શુદ્ધ ગૉચી વહોરાવવા ઉમદા કર્તવ્ય છે. આ પ્રમાણે આપણે સં%ાસી જીવન ન રવીકારી શકીએ તો સાધુને ખોરાક વહોરાવીને આપણે તેમના પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કર્શ શઈઍ. શ્રાપણાં શાસ્ત્રોમાં શ્રેયાંસના આ દાનધર્મના પ્રવૃતિની ભાશૈભાર પ્રશંસા કરવામાં અાવી છે. જૈન કથા સંગ્રહ