Book Title: Adhyatma Vachan
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પારમાર્થિક લેખસંગ્રહ 115 જે કાંઈ કર્તવ્ય કરવામાં આવે છે તે લોકદેખાવ માટે નહિ, પણ કેવળ પિતાના જ આત્માને લક્ષી તેની શુદ્ધિ અને તેની જ ઉન્નતિ અર્થે કરવામાં આવે છે. આવી અંતરદૃષ્ટિ જેને જાગી છે, તે “અધ્યાત્મદષ્ટિ” વા “અધ્યાત્મી કહેવાય છે. એવા અધ્યાત્મદષ્ટિ મહાપુરુષ સત્તરમા ને ઓગણીસમા સૈકામાં શ્રી આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી થઈ ગયા. વર્તમાનમાં પણ કઈ કઈ વિરલ આત્મા એને આંશિક અનુભવ અનુભવતા હશે. અનાદિકાળથી પરપુદ્ગલના અભ્યાસયેગે જીવને અધ્યાત્મનું આચરણ તે દૂર રહ્યું, પણ એ વાર્તા પ્રત્યે પ્રેમ આવે એય કઠીનતમ છે. એવા જ પૂ. ઉ. મહારાજે આઠ દષ્ટિ પિકી બીજી તારાષ્ટિમાં વર્તતાને જણાવ્યા છે. એહ દષ્ટિ હોય વર્તતા મનમોહન મેરે, યોગ કથા બહુ પ્રેમ મનમેહન મેરે.' આ અધ્યાત્મ વિના પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કહીએ તે– અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તે તનમુલ તેલે; મમકારાદિક યોગથી, ઈમ શાની બેલે. " બાકી નામ-અધ્યાત્મથી કાંઈ દિ વળવાને નથી. જેનું ભાવ-અધ્યાત્મ સાચું છે અગર તેની સુરુચિ છે, સન્મુખભાવ છે, તે જ આત્માના અધ્યાત્મના ત્રણ નિક્ષેપા (નામ, સ્થાપના ને દ્રવ્ય) સાચા છે. આ ચારમાંથી એકેય નિક્ષેપ એળવવા યોગ્ય નથી. આવા અધ્યાત્મને સૌ કોઈ લેખક-વાચક પામી સ્વ-પર આત્માનું હિત સાધે એ જ સમીહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2