Book Title: Acharang vishe Abhinava Prakashan Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ 364 જિનતત્ત્વ મુહૂર્તરાજ' નામનો ગ્રંથ સુપ્રસિદ્ધ છે. એમણે “શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ'નું સંપાદન કર્યું છે. હવે એમના હાથે શ્રી શ્રીલાંકાચાર્યની આચારાંગવૃત્તિનો હિંદી અનુવાદ થયો છે અને તે પ્રકાશિત થાય છે એ અત્યંત આનંદનો અવસર છે. આ ગ્રંથ અનેકને આગમોના અભ્યાસમાં સહાયભૂત થશે. જ્ઞાનોપાસનાના ક્ષેત્રે આ એક મોટું યોગદાન ગણાશે. - પૂજ્ય મહારાજશ્રીનો આ ગ્રંથ તૈયાર કરવામાં પંડિત શ્રી રમેશભાઈ હરિયાનો સારો સહયોગ સાંપડ્યો છે. એ બદલે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. પ. પૂ. શ્રી જયપ્રભવિજયજી મહારાજે આ ગ્રંથના લેખન - પ્રકાશન દ્વારા મૃતોપાસનાનું જે અનુમોદનીય કાર્ય કર્યું છે તે અનેકના આત્મકલ્યાણનું નિમિત્ત બની રહો એવી શુભકામના. આ આમુખ લખવામાં મારા અધિકાર કરતાં પૂજ્ય મહારાજશ્રીનો મારા પ્રત્યેનો સભાગ જ વિશેષ રહ્યો છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7