Page #1
--------------------------------------------------------------------------
________________
આચારાંગ' વિશે અભિનવ પ્રકાશન
પરમ પૂજ્ય જ્યોતિષાચાર્ય શ્રી જયપ્રભવિજયજી (‘શ્રમ') મહારાજ સાહેબ શ્રી આચારાંગ સૂત્ર (આયારંગસુત્ત) ઉપર શ્રી શીલાં કાચાર્ય સંસ્કૃત ભાષામાં ૧૨,૦૦૦ શ્લોક પ્રમાણે રચેલી વૃત્તિનો હિંદી ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત ર્યો છે તેને આવકારતાં હું અત્યંત આનંદ અનુભવું છું. મહારાજશ્રીએ પોતાના દાદા ગુરુ, અભિધાન રાજેન્દ્ર કોષના નિર્માતા, પ્રકાંડ પંડિત, સમર્થ ક્રિયોદ્ધારક શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીનું નામ આ હિંદી ટીકા સાથે જોડીને એને “રાજેન્દ્ર સુબોધની આહોરી હિંદી ટીકા' એવું નામ આપ્યું છે તે પોતાના દાદા ગુરુ પ્રત્યેના એમના ભક્તિભાવનું ઘોતક છે. આ રીતે આપણને હિંદી ભાષામાં “આચારાંગસૂત્ર' વિશે એક અભિનવ પ્રકાશન પ્રાપ્ત થાય છે. આચારાંગ સૂત્ર વિશે હિંદી ભાષામાં અનુવાદ અને વિવેચનરૂપે કેટલુંક સાહિત્ય પ્રકાશિત થયેલું છે, પરંતુ શ્રી શીલાંકાચાર્યની ટીકાનો હિંદીમાં અનુવાદ આ પહેલી વાર પ્રકાશિત થાય છે. એથી આ વિશ્વના રસિક જિજ્ઞાસુઓને, વિદ્વાનોને અને આત્માર્થી જીવોને સવિશેષ લાભ થશે. શ્રુતસેવાનું આ એક અનોખું કાર્ય છે.
આચારાંગસૂત્ર' વિશે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, ઇંગ્લિશ, જર્મન વગેરે ઘણી ભાષાઓમાં ઘણું સાહિત્ય પ્રકાશિત થયેલું છે. પ્રાચીન કાળમાં આચારાંગસૂત્ર' (આયારંગ સુત્ત) વિશે તથા અન્ય આગમો વિશે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા-વૃત્તિ ઇત્યાદિ પ્રકારનું ઘણું સાહિત્ય રચાયેલું છે અને તે પ્રકાશિત થયેલું છે. એમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલી આચારાંગનિર્યુક્તિ પ્રથમ સ્થાન પામે છે. પ્રાકૃત ભાષામાં પદ્યમાં લખાયેલી આ સઘન કૃતિ ઉપરથી સંસ્કૃત કે પ્રાકૃતમાં સવિસ્તર કૃતિઓની રચના અર્થપ્રકાશ માટે થયેલી છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
‘આચારાંગ’ વિશે અભિનવ પ્રકાશન
આચારાંગ ઉપર આવશ્યક નિર્યુક્તિ પછી સમર્થ કૃતિ તે શ્રી શીલાંકાચાર્યકૃત ટીકા છે.
શ્રી શીલાંકાચાર્ય વિક્રમના દસમા સૈકામાં થઈ ગયેલા એક મહાન આચાર્ય છે. એમના જીવન વિશે બહુ વિગત નથી સાંપડતી, પરંતુ એમ મનાય છે કે ગુજરાતમાં થઈ ગયેલા મહાન રાજા વનરાજ ચાવડાના ગુરુ જે શ્રી શીલગુણસૂરિ હતા તે જ આ શ્રી શીલાંકાચાર્ય અથવા શ્રી શીલાચાર્ય. એ કાળે શ્રી શીલાંકાચાર્ય ગુજરાતમાં વિહરતા હતા અને પાટણ પાસે ગાંભૂ (ગંભૂતા) નગરમાં રહીને એમણે આચારાંગસૂત્રની આ ટીકા લખી હતી એવો નિર્દેશ આ ટીકાની એક તાડપત્રીય પ્રતિ ખંભાતના ભંડા૨માં છે એમાં થયેલો છે. शीलाचार्येण कृता गंभूत्तायां स्थितेन टीकैष ।
–
શ્રી શીલાંકાચાર્યનું બીજું નામ ‘તત્ત્વાદિત્ય' હતું એવો ઉલ્લેખ પણ મળે છે. તેઓ નિવૃત્તિ ગચ્છના શ્રી માનવદેવસૂરિના શિષ્ય હતા. શ્રી શીલાંકાચાર્યે પ્રાકૃતમાં લખેલી ‘ચઉપણ મહાપુરિસચરિય’ એક મહાન કૃતિ છે. એની રચના દસ હજાર શ્લોક પ્રમાણની છે. એમાં ચોપન મહાપુરુષોનાં – શલાકા પુરુષોના ચરિત્ર આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ પ્રકાશિત થયેલો છે અને એનો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયેલો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ‘ત્રિષ્ટિશલાકા પુરુષચરિત્ર’ નામના મહાન ગ્રંથની સંસ્કૃત ભાષામાં જે રચના કરી છે એમાં એમણે શ્રી શીલાંકાચાર્યના આ પ્રાકૃત ગ્રંથનો આધાર લીધો છે.
શ્રી શીલાંકાચાર્યે આચારાંગસૂત્રની ટીકા વિ. સં. ૯૩૩ (શક સંવત ૭૯૯)માં લખી હતી. આ ટીકા લખવાનું એક પ્રયોજન તે શ્રી ભદ્રબાહુસ્વામીની ‘આચારાંગ નિર્યુક્તિ’ પછી આર્ય ગંધહસ્તિએ આચારાંગ ઉપર જે ટીકા લખી હતી તે બહુ ગહન હતી, માટે સરળ ભાષામાં અર્થની વિશદતા સાથે એમણે આ વિસ્તૃત ટીકાની રચના કરી હતી. આ વાતનો એમણે પોતે જ પોતાની ટીકામાં ઉલ્લેખ નીચે પ્રમાણે કર્યો છે :
शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनं च गंधहस्तिकृतम् । तस्मात् सुखबोधार्थ गृहणाम्यहमज्जसो सारम् ||
૩૫૯
આર્ય ગંધહસ્ત તે જ શ્રી સિદ્ધસેન દિવાકર એમ પણ મનાય છે. આર્ય ગંધહસ્તએ આચારાંગસૂત્ર પર લખેલું વિવરણ અત્યંત ગહન, વિદ્ધોગ્ય હોવું જોઈએ. એ ક્યાંય મળતું નથી. એનો અર્થ એ થયો કે એ લુપ્ત થઈ ગયેલું
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૬૦
જિનતત્ત્વ હોવું જોઈએ. એટલે શ્રી શીલાંકાચાર્ય સમજાય એવું (સુવઘાર્જ) વિવરણ લખ્યું છે. આ ટીકાના અભ્યાસીઓ કહે છે કે શ્રી શીલાંકાચાર્યની “આચારાંગસૂત્ર'ની ટીકા વાંચતાં બહુ પ્રસન્નતા અનુભવાય છે અને અર્થબોધ ત્વરિત થાય છે. શ્રી શશાંકાચાર્યે પોતાના શ્લોકમાં આર્ય ગંધહસ્તિની ટીકાના ફક્ત શસ્ત્રપરજ્ઞા અધ્યયનનો ઉલ્લેખ કર્યો છે. એટલે કદાચ એવું પણ બન્યું હોય કે શ્રી શીલાંકાચાર્યના સમય સુધીમાં આર્ય ગંધહસ્તિએ રચેલાં બીજાં અધ્યયનોનું વિવરણ છિન્નભિન્ન થઈ ગયું હોય. એ કાળે શ્રુતપરંપરા ચાલતી હતી અને કઠિન ગ્રંથ યાદ રાખનારા ઓછા ને ઓછા થતા ગયા હશે.
એક મત એવો છે કે શ્રી શીલાંકાચાર્યે અગિયારે અંગ ઉપર ટીકા લખી હતી, પરંતુ એમાંથી માત્ર “આચારાંગસૂત્ર' અને “સૂત્રકૃતાંગસૂત્ર' ઉપરની ટીકા જ ઉપલબ્ધ છે. બાકીની ટીકાઓ સમય જતાં લુપ્ત થઈ ગઈ હશે. જે ટીકાઓ ઉપલબ્ધ છે એ પણ હજારો શ્લોક પ્રમાણ છે. આટલી મોટી રચના કરવાની હોય ત્યારે આચાર્ય મહારાજને સંદર્ભો, લેખન વગેરેની દૃષ્ટિએ બીજાની સહાય લેવી પડે. શ્રી શીલાંકાચાર્યે એ માટે શ્રી વાહરિ ગણિની સહાય લીધી હતી. એવો પોતે જ “સૂત્રકૃતાંગ'ની ટીકામાં ઉલ્લેખ કર્યો છે. આ વાહરિ ગણિ તે એમના જ કોઈ સમર્થ શિષ્ય હશે એમ અનુમાન થાય છે.
શ્રી શીલાંકાચાર્યની આ ટીકા એક હજાર વર્ષથી સચવાઈ રહી છે અને આચારાંગસૂત્ર'ના અધ્યયનમાં, એની વાચનામાં સતત એનો ઉપયોગ થતો રહ્યો છે. એ જ એની મહત્તા દર્શાવે છે. આ ટીકાથી પ્રભાવિત થઈને શ્રી જિનદત્તસૂરિએ “ગણધર સાદ્ધશતક'માં શ્રી શીલાં કાર્ય વિશે લખ્યું છે :
आयारवियारण वयण चंदियादलीय सयल संतायो ।
सीलंको हरिण कुच सोहइ कुमुयं वियासंतो ।। અર્થાત્ આચાર (આચારાંગસૂત્ર)ની વિચારણા માટે વચનચંદ્રિકા વડે જેમણે સકલ સંતાપ દલિત કર્યા છે – દૂર કર્યા છે એવા શ્રી શીલાંકાચાર્ય હરિણાંક (ચંદ્ર)ની જેમ કુમુદને વિકસાવે છે.
આપણા શ્રુતસાહિત્યમાં “આચારાંગસૂત્ર'નું સ્થાન અનોખું છે. આપણા પિસ્તાલીસ આગમોમાં અગિયાર અંગો મુખ્ય છે. બાકીના આગમોને અંગબાહ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. ગણધરોએ રચેલી દ્વાદશાંગીમાંથી હાલ અગિયાર અંગ ઉપલબ્ધ છે અને તેમાં પણ કેટલોક ભાગ છિન્નભિન્ન થયેલો છે. અગિયાર અંગમાં “આચારાંગ' (આયારંગ) મુખ્ય છે. એમાં આચારધર્મનું
Page #4
--------------------------------------------------------------------------
________________
આચારાંગ' વિશે અભિનવ પ્રકાશન
૩૧ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને આચારધર્મ એ સાધુજીવનનો પ્રાણ છે.
આપણા જૈન શાસનમાં શ્રુતજ્ઞાનની પરંપરા અદભુત અને સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. આપણને શ્રતસાહિત્યનો જે ખજાનો મળ્યો છે તે ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી હજારેક વર્ષ સુધી તો કંઠસ્થ સ્વરૂપમાં –ગુરુ શિષ્યને કંઠસ્થ કરાવે એ રીતે સચવાયેલો છે. વળી દરેક તીર્થંકર ભગવાન દેશના અર્થથી આપે અને એમના ગણધરો એને સૂત્રમાં ગૂંથી લે એવી પરંપરા છે. આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે :
अत्थं भासइ अरहा सुत्तं गन्थन्ति गणहरा निउणं ।
सासणस्स हियट्ठाए तओ सुत्तं पवत्तइ ।। તીર્થકર ભગવાન શાસન પ્રવર્તાવે એ કાળ વિવિધ પ્રકારની એટલી બધી લબ્ધિ-સિદ્ધિઓથી સભર હોય છે કે ભગવાન સમવસરણમાં ગણધરોને ત્રિપદી-૩ન્ને વા વિમેટ્ટ | gવે વી – આપે અને ગણધરો મુહૂર્તમાત્રમાં દ્વાદશાંગીની રચના કરે છે. “શ્રી ગૌતમસ્વામી અષ્ટક'માં કહ્યું છે ?
श्री वर्धमानात् त्रिपदीमवाप्य मुहूर्तमात्रेण कृतानि येन ।
अंगानि पूर्वाणि चतुर्दशापि स गौतमो यच्छतु वांछितं मे ।। અર્થાત્ “શ્રી વર્ધમાન સ્વામી પાસેથી ત્રિપદ મેળવીને મુહૂર્ત માત્રામાં જેમણે દ્વાદશાંગીની અને ચૌદ પૂર્વની રચના કરી છે એવા શ્રી ગૌતમસ્વામી મારાં વાંછિત આપો.'
આ દ્વાદશાંગીમાં – બાર અંગમાં મુખ્ય તે આચારાંગ છે. ભૂતકાળમાં અનંત તીર્થકરો થઈ ગયા અને ભવિષ્યમાં અનંત તીર્થકરો થશે. ભૂતકાળમાં સર્વ તીર્થંકરોએ પ્રથમ આચારનો ઉપદેશ આપ્યો છે, વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન સર્વ તીર્થકરો એ પ્રમાણે જ ઉપદેશ આપશે. મોક્ષમાર્ગમાં આચારનું કેટલું બધું મહત્ત્વ છે તે એ દર્શાવે છે. જૈન દર્શન પ્રમાણે અધ્યાત્મમાર્ગમાં દર્શન મોહનીય કર્મનો ક્ષય પછી જ્યાં સુધી ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય નહીં ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ થાય નહીં. માટે જ આચારની મહત્તા છે.
બાર અંગોમાં આચારાંગનું સ્થાન પહેલું છે. તીર્થંકર પરમાત્મા સર્વપ્રથમ આચારાંગની પ્રરૂપણા કરે છે અને ત્યાર પછી બાકીનાં અંગોની પ્રરૂપણા કરે છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ “આચારાંગ નિર્યુક્તિમાં લખ્યું છે :
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૬૨
જિનતત્ત્વ सव्वेसिमायारो तित्थस्स पवत्तणे पढमयाए ।
सेसाई अंगाई एक्कारस आणुपुबीए ।। વળી “આચારાંગ'ને બધાં અંગોના સાર તરીકે ગણવામાં આવ્યું છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે : IT ફ્રિ સો ? માથા ! (બધાં અંગોનો સાર શું ? આચારાંગ.) તેઓએ વળી કહ્યું છે કે આચારાંગમાં મોક્ષના હેતુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ પ્રવચનનો સાર છે. આચારાંગનું જ્ઞાન મેળવ્યા પછી જ સાચો શ્રમણધર્મ સમજાય છે. ગણિ થનારે પ્રથમ આચારધર થવું જોઈએ.
आयारम्मि अहीए जं जाओ होई समणधम्मो उ ।।
तम्हा आयारधरो भण्णइ पढमं गणिट्ठाणं ।। એટલે જ પ્રાચીન કાળથી એવી પરંપરા ચાલી આવી છે કે ગુરુ ભગવંત. પોતાના શિષ્યોને પ્રથમ આચારાંગસૂત્રનું અધ્યયન કરાવ્યા પછી જ બીજાં અંગોનું અધ્યયન કરાવે. પ્રાચીન કાળમાં તો એવો નિયમ હતો કે નવદીક્ષિત સાધુ જ્યાં સુધી આચારાંગના પ્રથમ અધ્યયન “શસ્ત્રપરિજ્ઞાનો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી એને વડી દીક્ષા આપવામાં આવતી નહીં અને ત્યાં સુધી એ ગોચરી વહોરવા જઈ શકે નહીં.
અઢાર હજાર પદ પ્રમાણ “આચારાંગસૂત્ર'માં બે શ્રુતસ્કંધ છે. એમાં પહેલામાં નવ અધ્યયન છે અને બીજામાં સોળ અધ્યયન છે. આ રીતે એમાં કુલ પચીસ અધ્યયન છે. એમાંથી પ્રથમ શ્રુતસ્કંધનું “મહાપરિજ્ઞા' નામનું અધ્યયન વિલુપ્ત થઈ ગયું છે. આ અધ્યયન માટે એવી જનશ્રુતિ છે કે એમાં વિશિષ્ટ પ્રકારના ચમત્કારિક મંત્રો, વિદ્યાઓ ઇત્યાદિ આપવામાં આવ્યા હતા. પરંતુ કાળ બદલાતાં એનો દુરુપયોગ થવાનો સંભવ હોવાથી આચાર્યોએ એનું અધ્યયન કરાવવાનું બંધ કરી દીધું અને એમ કરતાં એ અધ્યયન લુપ્ત થઈ ગયું છે. છેલ્લા દસ પૂર્વધર શ્રી વજસ્વામીએ આ “મહાપરિજ્ઞા' અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી હતી એવો ઉલ્લેખ શાસ્ત્રગ્રંથોમાં થયેલો છે. આચારાંગસૂત્રની ભાવના (ભાવના) અને વિમુ (વિમુક્તિ) નામની છેલ્લી બે ચૂલિકાઓ વિશે આચારાંગની પૂર્ણિમાં એવી સરસ વાત આવે છે કે શ્રી સ્થૂલિભદ્રનાં બહેન યક્ષા સાધ્વી મહાવિદેહ ક્ષેત્રમાં ગયાં હતાં અને ત્યાં શ્રી સીમંધરસ્વામીનાં દર્શન કર્યા હતાં. તે સમયે શ્રી સીમંધરસ્વામીએ એમને માવVI અને વિમુક્ત નામનાં બે અધ્યયન આપ્યાં હતાં, જે સંધે આચારાંગ
Page #6
--------------------------------------------------------------------------
________________
આચારાંગ' વિશે અભિનવ પ્રકાશન
૩૬૩ સૂત્રમાં અંતે ચૂલિકા તરીકે સ્થાપિત કર્યા હતાં. (શ્રી હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પરિશિષ્ટ પર્વ પ્રમાણે શ્રી સીમંધર-સ્વામીએ યક્ષા સાધ્વીને ચાર અધ્યયન આપ્યાં હતાં, જેમાંથી સંઘે બે “આચારાંગ'માં અને બે ‘દશવૈકાલિક”માં ચૂલિકા તરીકે સ્થાપિત કર્યા હતાં.)
‘આચારાંગસૂત્રમાં અઢાર હજાર વર્ષ પ્રાચીન એવી ભગવાન મહાવીર સ્વામીની વાણી યથાસ્વરૂપે સચવાઈ રહી છે. “આચારાંગસૂત્રના આરંભમાં જ ગણધર શ્રી સુધર્માસ્વામી શ્રી જંબુસ્વામીને કહે છે : સુર્ય મેં માર તે મવિયા અવમવયં – (હ આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે તે ભગવાન વર્ધમાન સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે –) આથી જ “આચારાંગસૂત્ર'ની અધિકૃત વાચનાનું સંપાદન કરનાર પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજે એ ગ્રંથની પ્રસ્તાવનામાં કહ્યું છે, “આચારાંગસૂત્ર'માં અતિસંક્ષિપ્ત છતાં અત્યંત વેધક અનેકાનેક સુવાક્યો અનેક સ્થળે પથરાયેલા છે. ગંભીર રીતે તેનું મનન કરવામાં આવે તો અનાદિકાલીન અજ્ઞાન અને મોહને ક્ષણવારમાં હચમચાવી મૂકે એવી તેનામાં અત્યંત તેજોમય દિવ્ય શક્તિ ભરેલી છે. આચારાંગસૂત્રનું અધ્યયન કરતી વખતે પ્રભુ મહાવીર પરમાત્માની અતિશયોથી ભરેલી પાંત્રીસ ગુણયુક્ત દિવ્ય, ગંભીર વાણી જાણે સાક્ષાત્ સાંભળતા હોઈએ તેવો અપૂર્વ આનંદાનુભવ થાય છે.'
એટલે જ આવા દિવ્ય ગ્રંથ ઉપર શ્રી શીલાંકાચાર્યે સંસ્કૃતમાં લખેલી ટીકાનો હિંદીમાં અનુવાદ પ્રકાશિત થાય છે એથી આનંદોલ્લાસ અનુભવાય છે. આ ગ્રંથમાં મૂળ સૂત્ર, સંસ્કૃત છાયા, શબ્દાર્થ, સૂત્રાર્થ, ટીકા-અનુવાદ અને સૂત્રસાર એ ક્રમમાં લેખન થયું છે. લેખન વ્યવસ્થિત અને પદ્ધતિસર થયું છે. સૂત્રસારમાં તે તે વિષયની વિગત અધિકૃત છણાવટ કરવામાં આવી છે. પ. પૂ. શ્રી જયપ્રભ વિજયજીએ જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે અનુમોદનીય છે. એમાં એમની શાસ્ત્ર પ્રીતિનાં અને શાસ્ત્રભક્તિનાં સુપેરે દર્શન થાય છે. એમણે પોતાના દાદાગુરુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજીની અને પોતાના ગુરુવર્ય શ્રી થતીન્દ્રસૂરીશ્વરજીની જ્ઞાનોપાસનાની પરંપરાને સાચવી છે એ નોંધપાત્ર છે.
પ. પૂ. શ્રી જયપ્રભવિજયજી મહારાજ સાથેનો મારો પરિચય કેટલાંક વર્ષ પહેલાં પાલીતાણામાં જ્યારે જૈન સાહિત્ય સમારોહ યોજાયો હતો ત્યારથી છે. આ સમારોહ વસ્તુત: એમની પ્રેરણાથી જ ગોઠવાયો હતો. એ વખતે એમની જ્ઞાનોપાસનાની, સાહિત્યપ્રીતિની પ્રતીતિ થઈ હતી. જ્યોતિષ અંગેનો એમનો
Page #7
--------------------------------------------------------------------------
________________ 364 જિનતત્ત્વ મુહૂર્તરાજ' નામનો ગ્રંથ સુપ્રસિદ્ધ છે. એમણે “શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ'નું સંપાદન કર્યું છે. હવે એમના હાથે શ્રી શ્રીલાંકાચાર્યની આચારાંગવૃત્તિનો હિંદી અનુવાદ થયો છે અને તે પ્રકાશિત થાય છે એ અત્યંત આનંદનો અવસર છે. આ ગ્રંથ અનેકને આગમોના અભ્યાસમાં સહાયભૂત થશે. જ્ઞાનોપાસનાના ક્ષેત્રે આ એક મોટું યોગદાન ગણાશે. - પૂજ્ય મહારાજશ્રીનો આ ગ્રંથ તૈયાર કરવામાં પંડિત શ્રી રમેશભાઈ હરિયાનો સારો સહયોગ સાંપડ્યો છે. એ બદલે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. પ. પૂ. શ્રી જયપ્રભવિજયજી મહારાજે આ ગ્રંથના લેખન - પ્રકાશન દ્વારા મૃતોપાસનાનું જે અનુમોદનીય કાર્ય કર્યું છે તે અનેકના આત્મકલ્યાણનું નિમિત્ત બની રહો એવી શુભકામના. આ આમુખ લખવામાં મારા અધિકાર કરતાં પૂજ્ય મહારાજશ્રીનો મારા પ્રત્યેનો સભાગ જ વિશેષ રહ્યો છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડે !