________________
‘આચારાંગ’ વિશે અભિનવ પ્રકાશન
આચારાંગ ઉપર આવશ્યક નિર્યુક્તિ પછી સમર્થ કૃતિ તે શ્રી શીલાંકાચાર્યકૃત ટીકા છે.
શ્રી શીલાંકાચાર્ય વિક્રમના દસમા સૈકામાં થઈ ગયેલા એક મહાન આચાર્ય છે. એમના જીવન વિશે બહુ વિગત નથી સાંપડતી, પરંતુ એમ મનાય છે કે ગુજરાતમાં થઈ ગયેલા મહાન રાજા વનરાજ ચાવડાના ગુરુ જે શ્રી શીલગુણસૂરિ હતા તે જ આ શ્રી શીલાંકાચાર્ય અથવા શ્રી શીલાચાર્ય. એ કાળે શ્રી શીલાંકાચાર્ય ગુજરાતમાં વિહરતા હતા અને પાટણ પાસે ગાંભૂ (ગંભૂતા) નગરમાં રહીને એમણે આચારાંગસૂત્રની આ ટીકા લખી હતી એવો નિર્દેશ આ ટીકાની એક તાડપત્રીય પ્રતિ ખંભાતના ભંડા૨માં છે એમાં થયેલો છે. शीलाचार्येण कृता गंभूत्तायां स्थितेन टीकैष ।
–
શ્રી શીલાંકાચાર્યનું બીજું નામ ‘તત્ત્વાદિત્ય' હતું એવો ઉલ્લેખ પણ મળે છે. તેઓ નિવૃત્તિ ગચ્છના શ્રી માનવદેવસૂરિના શિષ્ય હતા. શ્રી શીલાંકાચાર્યે પ્રાકૃતમાં લખેલી ‘ચઉપણ મહાપુરિસચરિય’ એક મહાન કૃતિ છે. એની રચના દસ હજાર શ્લોક પ્રમાણની છે. એમાં ચોપન મહાપુરુષોનાં – શલાકા પુરુષોના ચરિત્ર આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ પ્રકાશિત થયેલો છે અને એનો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયેલો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ‘ત્રિષ્ટિશલાકા પુરુષચરિત્ર’ નામના મહાન ગ્રંથની સંસ્કૃત ભાષામાં જે રચના કરી છે એમાં એમણે શ્રી શીલાંકાચાર્યના આ પ્રાકૃત ગ્રંથનો આધાર લીધો છે.
શ્રી શીલાંકાચાર્યે આચારાંગસૂત્રની ટીકા વિ. સં. ૯૩૩ (શક સંવત ૭૯૯)માં લખી હતી. આ ટીકા લખવાનું એક પ્રયોજન તે શ્રી ભદ્રબાહુસ્વામીની ‘આચારાંગ નિર્યુક્તિ’ પછી આર્ય ગંધહસ્તિએ આચારાંગ ઉપર જે ટીકા લખી હતી તે બહુ ગહન હતી, માટે સરળ ભાષામાં અર્થની વિશદતા સાથે એમણે આ વિસ્તૃત ટીકાની રચના કરી હતી. આ વાતનો એમણે પોતે જ પોતાની ટીકામાં ઉલ્લેખ નીચે પ્રમાણે કર્યો છે :
शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनं च गंधहस्तिकृतम् । तस्मात् सुखबोधार्थ गृहणाम्यहमज्जसो सारम् ||
૩૫૯
આર્ય ગંધહસ્ત તે જ શ્રી સિદ્ધસેન દિવાકર એમ પણ મનાય છે. આર્ય ગંધહસ્તએ આચારાંગસૂત્ર પર લખેલું વિવરણ અત્યંત ગહન, વિદ્ધોગ્ય હોવું જોઈએ. એ ક્યાંય મળતું નથી. એનો અર્થ એ થયો કે એ લુપ્ત થઈ ગયેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org