Book Title: 1st Jain International Conference
Author(s): Jaina Jito Shrutratnakar
Publisher: Jaina Jito Shrutratnakar

Previous | Next

Page 32
________________ 1st INTERNATIONAL JAIN CONFERENCE માનવીય વૃત્તિની કેળવણી અને જૈનમીમાંસા : | દ્વિજના ઉઘાડ તરફ એક યત્ન ડો. સેજલ શાહ શોધપત્રની રૂપરેખા : વિશ્વના પ્રત્યેક જીવોના સ્વીકાર સાથે તેમને જીવવાના અધિકારની વાત “ જીવો અને જીવવા દો'માં સ્પષ્ટ થાય છે. આજે માનવતા અને માનવીય વર્તન- એ જયારે ચારે તરફ અભ્યાસના વિષયો બન્યા છે, ત્યારે અનેક તાર્કિક સવાલો મનમાં ઉઠતા સંભળાય છે. એક તરફ વ્યક્તિ સ્વતંત્રતાનું મહત્વ છે અને બીજી તરફ સંપર્કના અસીમ સાધનો ઉપલબ્ધ છે ત્યારે દરેક વ્યક્તિ માનવીય ધર્મની વાત કરે છે, પણ વિચારક જુલિયા ક્રિસ્તીવા કહે છે તેમ માત્ર સંપર્કના સાધનોથી માનવીય દૃષ્ટિકોણ નહી વિકસે પરંતુ એ માટે કેળવણી જરૂરી છે અને એ વાત સાથે spirituality આવે છે. ધર્મ-આસ્થાએ મૂલ્ય-કેળવણીનું પ્રવેશદ્વાર છે. જૈન ધર્મના પ્રત્યેક આચાર અને વિચારમાં માનવીય અભિગમ અને દૃષ્ટિકોણ સંચિત છે. આજે વિશ્વ જયારે વૈશ્વિક સંઘર્ષની સપાટી પર ઉભું અનુભવાય છે, ત્યારે ધર્મ સંસ્કૃતિના વિચારોને આચાર કરતા વધુ મહત્વ આપી તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવાના અભિગમોની ચર્ચા અહીં આ શોધપત્રમાં કરવા માંગું છું. The philosophy of live and let live does not necessarily embrace or condone the differences of others, but it promotes accepting the differences of others without trying to change them. It is foolish to squander the time you have to live your life here on Earth by telling others how to live their own lives. સંપર્કના સાધનોને કારણે નકશા પર દોરાયેલી રેખા વધુ નજીક ભાસે છે. આપણા horizontal સંપર્કો વધ્યા, વ્યાપ વધ્યો પણ જ્યાં સુધી vertical વ્યાપ નહી વધે ત્યાં સુધી તેનું પરિણામ પ્રાપ્ત નહી થાય. આ વાત સાથે જીવનમાં અધ્યાત્મ-ધર્મ અને મૂલ્યશિક્ષણ પ્રવેશે છે. પોતાના અસ્તિત્વ ઉપરાંતના અસ્તિત્વનો સ્વીકાર, તેના મતનો સ્વીકાર, તેને સાંભળવાની ધીરજ, તેની જુદી પસંદગી પ્રમાણે જીવવાની સ્વતંત્રતા

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40