________________ અધ્યાત્મ સ્તુતિ અધ્યાત્મ સ્તુતિ - પં. શ્રીવીરવિજયજી મહારાજા નારીજી મોટાને કંથજી છોટા, વળતાં લાવે પાણીના લોટા, પૂંજી વિના વેપાર જ મોટા, કરતાં આવે ઘરમાં ટોટા. 1 અર્થ:- ઉપમિતિ આદિ ગ્રંથોમાં ભવિતવ્યતાને આત્માની પત્ની કહી છે. સત્તા પત્ની પાસે છે. આત્માને એ જેમ નચાવે તેમ આત્મા નાચે છે, ભવિતવ્યતાએ અનંતભૂતકાળમાં આત્માની દુર્દશા કરી છે. પ્રત્યેક ભવના અંત સમયે = વળતા આત્મા પાણીના લોટા જ લાવ્યો છે. અર્થાત એણે કોઈ ખરી પૂંજી પામી નથી. વળી નવો ભવ એ મોટા વેપાર જેવો છે. સુખ, સલામતી વગેરે આત્માને તેનાથી મળતું નથી. કારણ કે તેની પાસે પુણ્ય-શુદ્ધિની મૂડી નથી. પછી એના ખાતામાં તોટા = પાપ રહે છે. મેરુ પર્વતે હાથી ચઢીયો, કીડીની ફુકે હેઠે પડીયો, કીડીના દરમાં હાથી પેઠો, રત્ન કહે મેં અચરિજ દીઠો. 2 મેરુ પર્વત એ અભિમાનનું પ્રતિક છે. આત્મા 14 રાજલોક પ્રદેશપ્રમાણ હોવાથી વિરાટ છે, માટે હાથી જેવો છે. એ જ્યારે અભિમાન કરે છે. ત્યારે જાણે મેરુપર્વત પર ચઢે છે. કર્મ સૂક્ષ્મ હોવાથી કર્મપરિણતિ કીડી જેવી 127