________________ OXODIACOSEACEDOTE પહેગ્યા, ત્યાં રૂડી રીતે દેવ દર્શન-પૂજા-ધર્મ-પ્રભાવના આદિ કરીને પાછા ગીરડી આવ્યા અને ત્યાંથી પ્રસ્થાન કરી જમેઈ, ક્ષત્રીકુંડ, લછવાડ, કાકંદીની યાત્રા કરી પાછા જઈ આવ્યા. અને ત્યાંથી પ્રસ્થાન કરી અછમગજ (મુર્શિદાબાદ ) જિયાગજ, બાલુચર, કટલા, મહીમાપુર ગયાને ત્યાં રૂડી રીતે યાત્રા કરી કલકત્તા પહોંચ્યા, ને ત્યાંથી ફાલના પ્રતિ પ્રસ્થાન કર્યું. લગભગ 800 યાત્રાળુઓને પેસ્યલ ટ્રેન દ્વારા સુખ રૂ૫ લઈ શ્રી સાંકળચંદજી શેઠ પાછા ફરતી વખતે તખતગઢ ગયો અને સર્વેએ ત્યાં રૂડી રીતે ધર્મ-યાન કર્યું. આ વિશાળ યાત્રા સંઘમાં શ્રી સાંકળચંદજીએ મેટી રકમને ખરચ કરીને યથાશકિત શ્રી સંધની સેવા કરી. ખરેખર શ્રીમંતાઈમાં સાદાઈ, અને સરળતાના ગુરાને ધારણ કરી લક્ષ્મીને સદવ્યય કરવાનું આપ જેવા પુણ્ય પ્રકૃતિવાળાને જ સૂઝે છે. અને ધર્મ પ્રત્યેની ખરી ધગશ આપના હૃદયમાં લાગેલી હોવાથી પ્રતિવર્ષ નિવૃત્તિ લઈ તીર્થ યાત્રા કરી આ૫ આત્માનોને કરી રહ્યા છે. આ 800 યાત્રિને સંધ સ્પેસ્યલ ટ્રેન દ્વારા કાઢીને જેવી મોટી રકમનો ખર્ચ કરી સંઘમાં આવેલા યાત્રિકોની આપે જે સેવા બજાવી છે. અને તેમાં પણ તેટલા વખત સુધી દરેકની સગવડતા સમભાવે સાચવી, કોઈપણ જાતની કરકસર કર્યા વિના જે ઉદાર વૃત્તિ રાખી છે તે ખરેખર સ્તુતિ પાત્ર છે. આવો આપને ધર્મપ્રેમ તેમ જ વ્યવહારિક કાર્યોમાં પણ ધર્મના કાર્યને માંગલિક રૂપે મુખ્ય રાખી દરેક કાર્ય કરવાની ખાસ જીજ્ઞાસા, સ્વામીભાઈ પરત્વેની સહાનુભૂતિ, અને સૌની સાથેનું મિલનસારપણું એ દરેકે ધ્યાનમાં લેવા જેવા અપ્રતિમ ગુણ છે. : આપ જેવા ગુણો જનને આ યવિજયજી મહારાજ વિરચિત “જ્ઞાનસાર અષ્ટક” ઉપયોગી ગ્રંથ પ્રેમપૂર્વક સમપી અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. આચાર્ય શ્રી વિજયમાહેન્દ્રસૂરિશ્વર મહારાજ સાહેબને સદ્દઉપદેશથી આ ઉત્તમ ગ્રંથ પ્રગટ કરવા બદલ સારી રકમ આપીને ઉદાર સખાવત કરી અમને પ્રોત્સાહન આપ્યું તે બદલ આપના ઋણી છીએ. - પ્રકાશક, હાલ હલાવી IIii .