________________ OGGETTO પ્રસ્તાવના જગતના તમામ દશનકારાએ સંસાર ના ભાવે સમજવા અને સમજાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. અને પોતપોતાના બુદ્ધિબળે તે ભાવેને યથાર્થ કરવા માટે અનેકવિધ તર્ક શક્તિને પણ ઉપયોગ કરેલ છે. તથા તેની પાછળ પિતાની ઘણી જિંદગીને ભાગ પણ આપેલ છે. તથાપિ લોકાલોક પ્રકાશક ત્રિકાલાબાધિત કેવળ જ્ઞાનના અભાવે વસ્તુઓનું યથાર્થસાન કરી શકેલ નથી. અને તેથી જ તેમાં પરસ્પર વિરોધ દષ્ટિગોચર થયા વિના રહેતા નથી. આ રીતે આવાં શાસ્ત્રો સાધ્ય સાધનની ઉત્કૃષ્ટતાને બતાવી શકતાં નથી અને આત્મવિકાસનું સાધ્ય અને સાધન જ્યાં સુધી નિર્દોષ જાવા-જણાવવામાં ન આવે, ત્યાં સુધી કદાપિ જીવન કલ્યાણના માર્ગમાં આવી શકતું નથી. વૈભાવિક સ્વરૂપથી સર્વથા મુકત એવા શુદ્ધ આત્મ સ્વરૂપાત્મક સાધ્યને પ્રાપ્ત કરવા માટે પગલિક વાસનાઓથી આત્માને વિરક્ત કરવામાં અધ્યાત્મપષક ગ્રંથનું પઠન-પાઠન એ જ મહાન સાધન છે, કે જેના લીધે સર્વ આરાધનાની ક્રિયાઓ દીપ્તિમાન થાય છે. જ્ઞાનસાર” એ અધ્યાત્મ પોષક ગ્રંથમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે. તે તેના વાંચનથી સહેજ સમજાય તેવું છે. તથા તેનું નામ પણ એટલું બધું રમણૂીય છે કે જગતના ધણા વિષયનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં પણ તે જ્ઞાનને સાર XeOCATEGOOOOrac I