________________ વરદહસ્તે સંયમ ગ્રહણ કર્યો. અને પ. પૂ. પં. શ્રી ચન્દ્રોદયવિજ્યજી મ. ના શિષ્ય થયા. પ. પૂ. પંન્યાસજી યશોભદ્રવિજયજી ગણિવર મ. શ્રી. ની પરમપવિત્ર નિશ્રામાં રહીને તેઓશ્રીએ થોડા સમયમાં પણ સારે એ વિદ્યાભ્યાસ કરી સંયમ આરાધના કરી રહ્યા છે. સંયમ આરાધન કરતા લોકાપણી કાર્યોમાં પણ તેટલાં જ દત્તચિત્ત રહે છે. જેથી આપણને પ્રસ્તુત ગ્રન્થ તેમજ અન્ય ગ્રંથનું સંપાદન, લેખન વગેરે કરી આપણને લાભાન્વિત કરી રહ્યા છે. આ આ ગ્રન્થના બે વિભાગ કરવામાં આવ્યા છે તેમાં પ્રથમ વિભાગ પેઈજ 120 ફરમાં વીશ સુધીને હાલ તુરત બહાર પાડવામાં આવેલ છે. બીજો વિભાગ પ્રેસમાં છપાય છે જેને પણ થોડા સમયમાં બહાર પાડવામાં આવશે. આ ગ્રંથને પ્રકાશિત કરવા આર્થિક સહાયતા માટેના પ્રયાસો માટે સર્વશ્રી છોટુભાઈ મગનલાલ શાહ, કાતિલાલ મણીલાલ પરીખ, લીલાવતીબેન સેવંતિલાલ પરીખ, સુશીલાબેન ધનકુમાર પારેખ, રમણલાલ ચંદુલાલ પટવા, લક્ષ્મીબેન છોટુભાઈ, કાન્તાબેન કેશવલાલ અને દેવેન્દ્રભાઈ કસ્તુરચંદ તથા સેવંતીલાલ લક્ષ્મીચંદનો આભાર માનીએ છીએ. આવા મુનિપુગ સંયમ આરાધના કરવા પૂર્વક ચિરંજીવી છે એવી શુભાભિષાપૂર્વક ભવદીય–નિવેદક