________________ પ્રકાશકીય જૈન ગ્રન્થમાં જે જ્ઞાનનો ભંડાર સમાએ છે તેના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. (1) દ્રવ્યાનુએમ (2) કથાનુયોગ (3) ગણિતાનુયોગ અને (4) ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયેગમાં ફિલેફી શી છે એટલે વસ્તસ્વરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવસંબંધી વિચાર, ષડદ્રવ્ય સંબંધી વિચાર, કમસંબંધી વિચાર ITI Rii અને ટૂંકામાં કહીએ તો સર્વ વસ્તુઓની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ વિગેરેને તાત્વિક બેધ એનો આ વર્ગમાં શી સમાવેશ થાય છે. આ અનુગ ઘણો કઠિન છે. અને તેને સરલ કરવાના ઉપાયે શ્રી આચાર્યોએ જ્યા છે. આ | આ અનુગમાં અતીન્દ્રિય વિષયોનો પણ સમાવેશ થઈ જાય છે. અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી હા પડે એ તદ્દન સ્વાભાવિક છે. ત્યાર પછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાપુરૂષોના જીવનચરિત્ર અને શિશુ તે દ્વારા ઉ૫દેશપ્રસાદી ચખાડવામાં આવે છે, ત્રીજા અનુગમાં ગણિતનો વિષય આવે છે. તેમાં ગણતરીનો વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જયોતિષચક્રનું | વર્ણન ઈત્યાદિ અનેક હકીકતો આવે છે. તેમજ આઠ પ્રકારના ગણિતને પણ તેમાં સમાવેશ કરે છે. ચોથા અનુગમાં ચરણસિત્તરિ અને કરણસિત્તરિનું વર્ણન અને તત્ સંબંધી વિધિ વિગેરેં બતાવેલ હોય છે. - આ ચાર અનુગ પર સૂત્ર અને અનેક ગ્રંથ લખાયા છે. તેમાંથી ઘણાનો નાશ થયે છે, છતાં પણ