________________
संवेगरङ्गशाला
I/ 8I
संपादकीय
આ ગ્રંથની રચના વિ. સં. ૧૧૨૫ માં થયેલ છે. અને જે પ્રતિ ઉપરથી અમે સંપાદન કર્યું તે વિ. સં. ૧૨૦૩ માં લખાયેલી છે. આથી ગ્રન્થકારના સમયની નજીકના જ સમયની પ્રતિ મળી જવાથી આ સંપાદન પ્રાય શદ્ધ થઈ શકયું હશે એવી અમારી ધારણા છે. જો કે કેટલાંક શકિત સ્થળો જેને અમે નિણય કરી શક્યા નથી તે એમને એમ જ રહેવા દીધાં છે પણ તે બહુ જ અલ્પ છે.
આ સંપાદનમાં પૂ. આચાર્ય દેવે આદિ, આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી તથા અન્ય મહાનુભાવોએ જે સહકાર આપે છે તે સર્વના અમે ઋણી છીએ. આ મહાન ગ્રન્થના સંપાદનમાં ઘણી ઘણું કાળજી રાખવા છતાં મંદમતિપણાથી, દ્રષ્ટિદેષથી અથવા પ્રેસષ આદિથી જે કાંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે બદલ મિથ્યાદુકૃત અપર્ણ કરીએ છીએ.
દસ હજાર લોક પ્રમાણ આ સવેગરંગશાળા ગ્રન્થ પિતાનું નામ પ્રમાણે અભુત આત્મિક સુખને અપાવનારો ગ્રન્થ છે. આ શાત્રે અમારા માટે તે દીપકની ગરજ સારી છે. એનું સંપાદન કરતા અમને એમાંથી દિવ્ય પ્રકાશ મળે છે. દરેક ક્ષાથી ને એક વાર લક્ષપૂર્વક વાંચવા અથવા સાંભળવાની અમારી ખાસ વિનતિ છે.
લો- સંપાદક વૈશાખ શુકુલ તૃતીયા
સ્વ, આચાર્યદેવ વિજયમનોહરસૂરિશિષ્યાણ અમદાવાદ,
હેમેન્દ્રવિજય પં. બાબુભાઇ સવચંદ શાહ