________________
संवेगरङ्गशाला
૨૮.
संपादकीय
શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજ ૧૦,૦૫૩ ક પ્રમાણુ સમગ્ર ગ્રન્થ છપાવવાની ભાવનાવાળા હતા. તેઓએ તેની પ્રેસ કેપીનું કાર્ય લગભગ પાંચેક વર્ષ પહેલા મને (પં. બાબુભાઈને) સોંપ્યું હતું. અનેક કાર્યો વચ્ચે પણ ૨૦૨૨માં તે કાર્ય પૂર્ણ કરી પૂ. મુનિરાજશ્રીને મેં પ્રેસકેપી સૅપી. ત્યાર બાદ તેઓશ્રી આખી પ્રેસકોપી વાંચી ગયા. પૂ. આચાર્ય દેવ આદિને વંચાવી. કેટલાક શંકિત સ્થળે અમે બન્નેએ તાડપત્રની પ્રતની ફેટ કેપી ઉપરથી સુધાર્યા છે. આ પ્રત જેસલમેરના ભંડારમાં લખાયેલી. જેની ફોટો ફીલમ આગમપ્રભાકર ૫. મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીએ પૂ. મુનિરાજ શ્રી હેમેન્દ્રવિજયજીને બતાવેલી. ત્યારબાદ આગમપ્રભાકર પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ ફેટફીલ્મ ઉપરથી ફોટોકોપી કરાવી આપી. જે ફેટકેપી હાલ શ્રી જૈન વિદ્યાશાળાના ભંડારમાં હયાત છે.
આ ગ્રન્થની પ્રેસ કેપી જૈન વિદ્યાશાળામાં સ્વ. સંઘસ્થવિર પ. પૂ. આ. કે. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તલિખિત ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી કરવામાં આવી હતી. પ્રેસકોપી કરતી વખતે બીજી એક પ્રત પૂ. આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી તરફથી મળી હતી પણ તે બહુ મદદરૂપ બની શકી ન હતી.
સંશોધનમાં બે પ્રતિઓને ઉપયોગ કરવામાં આવ્યા છે. (૧) જેસલમેરના ભંડારની પ્રતની ફેટકેપી જેને ઉલ્લેખ અમે ઉપર કરેલ છે. (૨) હસ્તલિખિત પ્રત પાનાં ૨૩૩, પ્રત નં. ૪૬૭૫ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી તરફથી મળેલી.
આ રીતે પ્રેસ કેપી કરતી વખતે બે પ્રતિએ અને સંશોધન કરતી વખતે બીજી બે પ્રતિઓના આધારે આ ગ્રન્થનું મેટર અમે તૈયાર કરેલ છે.