________________
संवेगरङ्गशाला
IIળી .
संपादकीय
સંપાદકીય સ વેગરંગશાળાનું સંશોધન-સંપાદન કરતાં પરમાત્માના શાસન પ્રત્યે અમારા અંતરમાં જે અહોભાવ પ્રગટ છે તેને અનુભવ અમે જ કરી રહ્યા છીએ. જગતને એ કેવી રીતે બતાવીએ ? કારણ, શબ્દ દ્વારા એનું વર્ણન કરવું અતી મુશ્કેલ છે. પણ અમને ખાત્રી છે કે આ ગ્રન્થનું જે કંઈ નિકટ મુક્તિગામી આત્મા વાંચન કરશે તેને જરૂર જૈનશાસન પ્રત્યે અને શાસનના સ્થાપક અરિહંત પ્રત્યે અહોભાવ પ્રગટશે.
આ ગ્રન્થની સુંદર વિષય-સંકલના અને મોક્ષમાર્ગનું મૌલિક વિવેચન જોતાં એમ લાગ્યું કે હવે ૫. આચાર્ય ભગવંતે તથા વિદ્વાન મુનિપ્રવરે આદિ આ ગ્રન્થ વ્યાખ્યાનમાં વાંચે તે આજે જે ધર્મશ્રદ્ધાના પાયા હચમચી ગયા જેવું દેખાય છે તે પાછા સુસ્થિર બની જાય. જેન શાસનની માર્મિકતાને દર્શાવતે આ ગ્રન્થ એક અરિસા સામે છે. પથ્થરદિલમાં પણ સંવેગરસની સેર પ્રગટાવવાની શક્તિ આ ગ્રન્થમાં છે.
સૂરિશેખર શ્રીજિનચંદ્રસૂરિવિરચિત સંગરંગશાળા ગ્રન્થનું સંપાદન અમે કરી શક્યા તે અમે અમારું અહોભાગ્ય સમજીએ છીએ. ગ્રન્થ અંગેનું વર્ણન આમુખ, પ્રસ્તાવના અને પ્રવેશમાં થયું છે. હજુ એનું વર્ણન કરવું હોય તે ઘણું થઈ શકે એમ છે. ગ્રન્થનું નામ જ એની મહત્તા પુરવાર કરે છે. પણ એ વિષયમાં અમે ઊંડા નહિં ઉતરતાં સંપાદન અંગે સંક્ષેપમાં નિવેદન કરીશું.
આ ગ્રન્થ પ્રથમ શ્રીજિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકેદ્ધા૨ ફંડ તરફથી ગ્રન્થોક ૧૩ તરીકે સંસ્કૃત છાયા સાથે ૩૦૦૦ કલેક પ્રમાણ છપાયે હતું. પણ તેમાં મુદ્રણની તેમજ છાયા વિગેરેની અશુદ્ધિઓ હતી. આથી પૂ. મુનિરાજ
IIળા