SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નવ समास Iળી નહિમાणानुं विव -નવ-૪ કાવાર્થ-અસિ મળી ને કૃષિ એ ત્રણ વડે થતી ક્રિયા જેમાં પ્રવર્તે છે તે ભૂમિ-ક્ષેત્રે કર્મભૂમિ કહેવાય. ત્યાં અસિ એટલે શવ્યવહાર, મવી એટલે શાહી એટલે લેખનવ્યવહાર અને કૃષિ એટલે ખેતી એ ત્રણ મુખ્ય કમ ઉપરા ઉપલક્ષણથી બી પશુ ત૫ સંયમ આદિ પુણ્યકર્મો (પવિત્ર કર્મો) ત્યાં પ્રવર્તે છે તે કર્મભૂમિ, અને અસિ આદિ કર્મ જ્યાં પ્રવર્તતાં નથી એવાં ક્ષેત્રે તે ગવર્મભૂમિ. તેમાં ૫ ભરતક્ષેત્ર ૫ ઐરાવતક્ષેત્ર અને ૫ મહાવિદેહક્ષેત્ર એ ૧૫ ક્ષેત્રે કર્મભૂમિક્ષેત્ર છે, અને ૫ હિમવંત ૫ હિર ણ્યવંત ૫ હરિવર્ષ ૫ સમ્યફ ૫ દેવકુરૂ ૫ ઉત્તરકુરૂ એ ૩૦ ક્ષેત્રે અકર્મભૂમિ છે. એ રીતે અઢી દ્વીપરૂપ મનુષ્યક્ષેત્રમાં ૧૫ કર્મભૂમિ અને ૩૦ અકર્મભૂમિ છે. એમાં અકર્મભૂમિએમાં ખેતી આદિ વ્યવહારે જે અતિ કષ્ટમય છે તે ન હોવાથી કેવળ સુખના ઉપગવાળી એ ૩૦ અકર્મભૂમિઓ મોનસૂન તરીકે ઓળખાય છે. એ ભોગભૂમિઓમાં યુગલિક મનુષ્યો રહે છે, તેઓને ખેતી વિગેરે કઈપણ જીવનનિર્વાહના ઉપાધિવાળા ઉદ્યમ કરવાના નથી, ક્ષેત્ર પ્રભાવથી જ જીવનનિર્વાહની સઘળી વસ્તુઓ ક્ષેત્રમાં જ તૈયાર ઉત્પન્ન થાય છે તેનાથી સર્વ નિર્વાહ ચાલે છે અને દેવસરખા સુખીયા રહે છે અથવા એક રીતે તેઓને મમતા આદિ દોષ અલ્પ હોવાથી ક૫ દેવથી પણ વધારે સુખીયા છે. તથા અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને ત્રીજો ભેદ ગણેલે છે, તે અંતરીપ ૫૬ છે તેમાં ઉત્પન્ન થયેલા મનુષે ૫ણુ ૩૦ અકમભૂમિ મનુષ્પો સરખા છે, પરંતુ એ ૫૬ અંતરદ્વીપનું ક્ષેત્ર ફક્ત જંબુદ્વીપને લગતા લવણસમુદ્રમાંજ લેવાથી તેમજ દેહપ્રમાણ આદિ ભિન્ન હોવાથી એ ક્ષેત્રના મનુષ્યને ત્રીજા ભેદ તરીકે Rા ગણાવ્યા છે. તે ૫૬ અન્તદ્વીપ આ પ્રમાણે છે ૫૬ અન્તદ્વીપ, અને ત્યાંના મનુષ્યો છે જબૂદ્વીપમાં ભરતક્ષેત્ર પાસેને લઘુ હિમવત પર્વત અને ઐરાવતક્ષેત્ર પાસેને શિખરી પર્વત એ બે પવનના દરેક છેડાથીઅંતથી ચાર ચાર દાઢાઓ લવણુસમુદ્રમાં વિદિશાઓમાં ગઈ છે અને તે દરેક દાઢા પર સાત સાત દ્વીપ છે, તે સાત દ્વીપને સર્જ-કડ રની
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy