SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલના આલબનવડે થતાં હાવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષપ્રમાણ છે. એ તાત્વિક અથ છે, પરન્તુ વ્યવહારમાં તે ઈન્દ્રિયથી થતા સાક્ષાત્ જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણુ લેાકવ્યવહારથી કહેલ છે, જે કારણથી સિદ્ધાન્તમાં પણ પ્રત્યક્ષપ્રમાણુ બે પ્રકારનું કહ્યું છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નાઇન્દ્રિય પ્રત્યક્ષ. ત્યાં ચક્ષુ આદિથી ઘટાદિ પદાર્થોનું જ્ઞાન તે ફન્દ્રિય પ્રત્યક્ષ લેકવ્યવહારથી છે, તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેલ છે. અને નો શબ્દ સથા નિષેધવાળા હોવાથી સર્વથા ઇન્દ્રિયનિમિત્ત વિના જીવનેજ સાક્ષાત્ આધ થાય તે નોન્દ્રિય (જીવ) પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. [અર્થાત્ જીવપ્રત્યક્ષ અને ઇન્દ્રિય પ્રત્યક્ષ એ બે ભેદવાળું પ્રત્યક્ષપ્રમાણુ વ્યવહારથી છે]. ૫૧૪૧૫ અવતા—પૂર્વ ગાથામાં મતિજ્ઞાન શ્રુતજ્ઞાનને વ્યવહારથી જે ઈન્દ્રિય પ્રત્યક્ષ કહેલ છે, તે ઇન્દ્રિય પ્રત્યક્ષના જ કંઈક વિશેષભેદ કહે છે— इंदियपञ्चकखंपिय, अणुमाणं उवमयं च मइनाणं । केवलिभासिय अत्थाण, आगमो होइ सुयणाणं ॥ १४२॥ ચાર્ચઃ-પરાક્ષમતિ રૂપ જ્ઞાનપ્રમાણમાં ઈન્દ્રિયાને પ્રત્યક્ષ છે. તે ઇન્દ્રિય પ્રત્યક્ષ અને ચક્ષુ આદિ ઇન્દ્રિયાને જે સાક્ષાત્ નથી તે ઇન્દ્રિય પરાક્ષ મતિજ્ઞાન છે. અને તે અનુમાન અને ઉપમાનથી એ પ્રકારનું છે. અહિં લેાકવ્યવહારથી ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ અને ઇન્દ્રિય પરાક્ષ એમ એ પ્રકારનું કહ્યું]. તથા કેવલી ભાષિત અર્થોને જે આગમ-બેધ તે શ્રુતજ્ઞાન જાણવું. ૫૧૪૨ા આવાર્થ—અહિં મતિજ્ઞાન ત્રણ પ્રકારે છે, ઇન્દ્રિયાને સાક્ષાત્ દેખાતા ઘાદિ પદાથૅાનું વા શબ્દાદિનું જ્ઞાન તે ન્દ્રિય પ્રત્યક્ષ, અને ઇન્દ્રિયાથી પર તે ફન્દ્રિય પરોક્ષ જ્ઞાન. તેમાં ધૂમ દેખીને અગ્નિનું જ્ઞાન થાય ઇત્યાદિ રીતે લિંગથી થતું જ્ઞાન તે અનુમાંન ઈન્દ્રિય
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy