________________
નિયુક્તિ કરી
ભાગ-૨
| ૮૮૦
બાબતો કહેવાય છે. તારા વડે જે તે વાત કરાઈ કે “જઘન્યથી તો એક જ ભવમાં મોક્ષે જાય' તે વાત વજઋષભનારાચ
સંઘયણની અપેક્ષાએ કહેવાયેલું છે. જ્યારે અમે જે આ ત્રણ ભવ કહ્યા છે, તે અત્યારના છેલ્લા સંઘયણની અપેક્ષાએ કહ્યા | છે. છેવટ્ટ સંઘયણવાળો જો ઉત્કૃષ્ટ આરાધના કરે તો એ ત્રીજા ભવે જ મોક્ષ પામે. (પહેલો ભવ એ છેવટ્ટા સંઘયણવાળો
મુનિભવ, બીજો ભવ દેવનો થાય. અને ત્રીજા ભવે મોક્ષે જાય.) =
(પ્રશ્ન : આ ગાથામાં કોસં એમ લખેલ છે. એનો સીધેસીધો અર્થ તો એમ જ થાય છે કે ‘ઉત્કૃષ્ટથી ત્રણભવમાં મોક્ષ જાય.’ જયારે તમારા કહેવા પ્રમાણે તો ‘વહેલામાં વહેલોત્રજઘન્યથી ત્રણ ભવમાં મોક્ષે જાય.” એવો જ અર્થ નીકળે છે. ઉત્કૃષ્ટથી તો એના વધુ ભવ પણ હોઈ શકે છે. તો આ વોરં શબ્દ શી રીતે ઘટે ?) - ઉત્તર : અહીં ગાથામાં જે કોર્સ શબ્દ છે, તે આ સ્થલે ગતિશય અર્થમાં જાણવો. એટલે કે ‘વહેલામાં વહેલો ક્યારે
મોક્ષે જાય ?' એ અર્થમાં જાણવો. પણ ભવની અપેક્ષાએ ક્રોસ શબ્દ ન સમજવો, કેમકે ભવની અપેક્ષાએ વિચારીએ તો 'તો છેવટ્ટા સંઘયણવાળો ઉત્કૃષ્ટથી આઠ ભવે જ મોક્ષે જાય છે. ત્રણ ભવે નહિ, એટલે તેમાં તો તમે કહેલો વાંધો આવે જ. કોઈ માટે ઉપર મુજબ અર્થ લેવો.
(અહીં આઠ ભવ એટલે છઠ્ઠા ગુણસ્થાનની સ્પર્શનાવાળા આઠભવ લેવા. એ સિવાયના વચ્ચેના ભવો તો વધારે પણ વી હોઈ શકે. જે ભવમાં એકવાર પણ, એક અંતર્મુહૂર્ત માટે પણ છઠ્ઠાની સ્પર્શના થઈ જાય તે ભવ આ આઠભવોમાં ગણતરીમાં
Fu૮૮૦
=
E