SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર : જે આત્મા પ્રયત્નવાળો હોય, તે અહિંસક છે જે પ્રમત્ત હોય તે હિંસક છે. આ પરમાર્થ છે. શ્રી ઓઘનિર્યુક્તિ અથવા તો આ (હમણા કહેવાશે તે) અભિપ્રાય વડે આ ગાથા વ્યાખ્યાન કરાય છે. ભાગ-૨ નૈગમનયના મતે જીવમાં અને અજીવમાં બે યમાં હિંસા સંભવી શકે છે. એ પ્રમાણે લોકોમાં બોલનારાઓ પણ દેખાય IT જ છે કે “આના વડે જીવ મરાયો, આના વડે ઘટ ખતમ કરાયો...' એટલે અહીં બધે જ હિસી શબ્દનો વપરાશ થતો હોવાથી // ૮૩૭ vજીવમાં અને અજીવમાં બે યમાં હિંસા સંભવિત છે. આ નૈગમનય માને છે. આ નય અહિંસા પણ એ જ રીતે બેયમાં માને છે. સંગ્રહ અને વ્યવહારનયના મતે પટ્ટાયમાં જ હિંસા સંભવે છે. અજીવમાં નહિ. (પ્રશ્ન : સંગ્રહ તો બધાનો સંગ્રહ કરનાર છે. તો એ છ કાયમાં હિંસા શું કામ માને ? છ કાયો છેવટે તો જીવ જ છે " ને ? તો એ બધાને જીવ ગણી માત્ર જીવમાં જ હિંસા માનવી જોઈએ ને ?) ઉત્તર : અહીં તમારે દેશગ્રાહી સંગ્રહનય સમજવો. આશય એ કે સંગ્રહ બે પ્રકારે છે. દેશગ્રાહી અને સર્વગ્રાહી. એમાં જે સર્વગ્રાહી સંગ્રહ છે, એ બધા જ કાયોનો જીવ તરીકે સંગ્રહ કરે છે. એ સંગ્રહ સામાન્યરૂપ કહેવાય છે અને એ તો નૈગમની અંદર જ આવી જાય છે. કેમકે નૈગમ પણ બધા જીવોને જીવ તરીકે એક ગણીને જ જીવમાં હિંસા માને છે. જ્યારે દેશગ્રાહી સંગ્રહ નય બધા જ જીવોનો સંગ્રહ જીવ તરીકે નથી કરતો. પણ તમામ પૃથ્વીજીવોનો પૃથ્વીકાય તરીકે : સંગ્રહ કરી લે છે. તમામ પાણીજીવોનો અપૂકાય તરીકે સંગ્રહ કરી લે છે...આમ આ દેશતઃ સંગ્રહ કરનાર છે. u૮૩૭.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy