SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ ण vi બધુ વહોર્યા બાદ ઉપાશ્રયમાં પ્રવેશ કરતા પહેલા એ બધી ગોચરી ચકાસે.) ઉત્તર ઃ ભોજન લઈને તે સાધુ ઉપાશ્રય તરફ ચાલે. વચ્ચે જો કોઈ શૂન્યગૃહ આવે તો ત્યાં તે ભોજનને બરાબર જોઈચકાસી લઈ પછી વસતિમાં પ્રવેશે. णं મ જો શૂન્યગૃહ ન હોય તો પછી દેવકૂલમાં (મંદિર જેવા સ્થાનમાં) ભોજન ચકાસે. જો શૂન્યગૃહ - દેવકુલાદિ કશું ન હોય ॥ ૫૧૫ ૬ તો પછી ઉપાશ્રયના બારણા પાસે રહી પોતાના ભોજનમાં જે વસ્તુઓ ત્રસજીવોથી કે કાંટાથી (કે અન્ય પણ અયોગ્ય વસ્તુથી) I વ્યાસ હોય, તેને શુદ્ધ કરીને એટલે કે તે ત્રસાદિવાળા ભોજનને પરઠવી દઈને પછી ઉપાશ્રયમાં પ્રવેશે. (ગોળ-લાડવા-ચણા વગેરેમાં છેક અંદર પણ કીડા વગેરે ઘુસી ગયા તો એટલે એવી વસ્તુ તો આખી પણ પરઠવી દેવી પડે. કેમકે એમાંથી “ ત્રસજીવોને દૂર કરવા શક્ય ન પણ બને. ખાદ્ય પદાર્થોમાં તે જીવો આરપાર ન થયા હોવાનો સંપૂર્ણ વિશ્વાસ હોય તો પછી ST TM તે ત્રસજીવોને જૂદા કરીને તે વસ્તુ વાપરવી ઉચિત ભાસે છે. દા.ત. રોટલી ઉપર એક-બે કીડી ફરતી દેખાય તો એ કીડી ૬ દૂર કરીને રોટલી વાપરી શકાય.) (ઉપાશ્રયની બહાર જ આ કામ કરી લેવાનું, ઉપાશ્રયમાં પ્રવેશ્યા બાદ નહિ. એનું કોઈ સ્પષ્ટ કારણ તો અત્રે લખતા નથી. પણ કલ્પના કરીએ તો (૧) જીવ-સંસક્ત વસ્તુ જેટલી ઝડપી જૂદી કરાય, એટલો વધુ લાભ એ કે સાથેના બીજા દ્રવ્યો આની ગંધથી સંસક્ત ન થાય. (૨) “ઉપાશ્રયાદિમાં પહોંચ્યા બાદ શુદ્ધિ કરવી, જીવો લાગે તો પરઠવવું અને પછી પાછી નવી ગોચરી લાવવી.’ આ બધામાં વધુ સમય લાગે. જો બહાર જ શૂન્ય ગૃહાદિમાં આ કાર્ય પતી જાય તો સાધુ ત્યાંથી જ બીજી ગોચરી લાવીને ઉપાશ્રય પહોંચે એટલે એનો સમય ન બગડે... એટલે શક્ય એટલો ઓછો મ म म हा વા ॥ ૫૧૫॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy