________________
ક
F
દોષ છે.) શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ ,
અથવા તો વસ્ત્ર ત્રણ આંગળીઓ (અને અંગુઠા) વડે પકડવાનું હોય છે, તેને સાધુ એકજ આંગળી (અને અંગુઠા) વડે ભાગ-૨
ગ્રહણ કરે, એ પણ આ દોષ કહેવાય.
કેટલાકો વળી મોસા ને બદલે ગામોમાં શબ્દ પાઠાન્તર તરીકે કહે છે ત્યાં આ પ્રમાણે અર્થ છે કે અનેક સ્પર્શવાળી | ૩૪ | v પ્રતિલેખના તે અનેકામર્શ કહેવાય. (વસ્ત્ર એકમાત્ર હાથ સિવાય ક્યાંય સ્પર્શવું ન જોઈએ, આ એકામર્શ કહેવાય. પણ એને
બદલે વસ્ત્ર જમીનને, ભીંતને, બીજા વસ્ત્રને, પગને સ્પર્શે તો તે અનેકામર્શ પ્રતિલેખના કહેવાય અથવા એમ પણ કહેવાય કે એક વસ્ત્રનો એક ભાગ કુલ ત્રણ ભાગમાં વહેંચાઈને ત્રણ વાર હાથ વડે સ્પર્શાય એને બદલે જો ચાર, પાંચ, છ ભાગમાં
એ વસ્ત્રને પ્રતિલેખન કરે તો એ અનેકામર્શવાળું પ્રતિલેખન બને. લાંબુ વસ્ત્ર હોય કે સાધુ પ્રમાદી હોય તો આવું બની શકે જ જ છે.).
અનેક રૂપથુનન એટલે વસ્ત્રને અનેક રીતે કંપાવે, હલાવે, ધુણાવે તે. અથવા ઘણાવસ્ત્રો એક સાથે ભેગા કરીને પછી એને ધુણાવે, હલાવે.
તથા પ્રમાણમાં પ્રમાદ કરે. એટલે કે પુરિમો અને ખોટકોમાં જે પ્રમાણે સંખ્યાનું માપ કહેવાયેલું છે, તેમાં પ્રમાદ કરે. આશય એ છે કે તે પુરિમ વગેરેને શાસ્ત્રોક્ત પ્રમાણ કરતા ઓછા કરે કે વધારે કરે. (પુરિમ એટલે વસ્ત્ર ખંખેરવું તે, એ છવાર કરવાના આગળ બતાવ્યા છે. અને ખોટક એટલે જમણા હાથ ઉપર જે પ્રમાર્જન કરીએ છીએ તે. તે નવવાર કરવાનું ; . ૩૪ /
= =
=
=
=
& *