________________
ण
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
છતાં પણ ખૂબ નીચે રાખેલા હોય તો એ અધોવેદિકા કહેવાય. (વસ્ત્ર આંખની સામે આવે એ રીતે હાથ ઉંચા જોઈએ, એને બદલે એકદમ નીચા રાખે તો એ આ દોષ ગણાય.) (૩) તિર્યક્ વેદિકા એટલે ઘુંટણની નીચે સાંધાના ભાગમાં હાથ રાખીને પ્રતિલેખન કરે તે. (ઘુંટણની બરાબર પાછળનો ભાગ કે જેને સંધિ, સંડાસા કહીએ છીએ ત્યાંથી બે હાથ બહાર કાઢી પ્રતિલેખન કરે તે. જોકે આવું વિચિત્ર પ્રતિલેખન તો ભાગ્યે જ કોઈ કરે. પણ કોઈક મશ્કરી વગેરે કારણોસર આવું પણ કરી ॥ ૩૧ || શકે ખરા... એમ સમજી આ દોષ દર્શાવાયો છે. અથવા સાંધાના ભાગ પર કોણી ટેકવીને પ્રતિલેખન કરે... એમ અર્થ લાગે TM છે.) (૪) ઉભયતો વેદિકા એટલે બે હાથની વચ્ચે બેય ઘુંટણો કરીને જે પ્રતિલેખન કરે તે. (અધોવેદિકામાં હાથ એકદમ નીચે # હોય, જ્યારે આમાં હાથ તો ઘુંટણ જેટલા ઉંચા રાખેલા હોય, પણ બે ઘુંટણો બે હાથની વચ્ચે કરીને પ્રતિલેખન કરાતું હોય મ છે.) (૫) એકતો વેદિકા એટલે બે હાથની વચ્ચે એક ઘુંટણને કરીને પ્રતિલેખન કરે તે. (એક ઘુંટણ તદ્દન બહાર અને એક 7 ઘુંટણ બે હાથની વચ્ચે... આ દોષ છે.)
म
UI
(વાસ્તવિક વિધિ એ છે કે સાધુ ઉભડગ પગે બેઠો હોય, હાથ ક્યાંય સ્પર્શતા ન હોય, ઘુંટણથી પણ ઉપર, ઘુંટણાદિ ભાગોને નહિ સ્પર્શેલા હાથો વડે વસ્ત્ર પકડીને પ્રતિલેખન કરે. એમાં વસ્ત્ર નીચે અડવા વગેરે રૂપ કોઈ દોષ ન લાગે. અને શરીરના હસ્તાદિ અવયવો અન્ય અવયવોને સ્પર્શવા રૂપ દોષ પણ આમાં ન લાગે.)
આ આરભટા વગેરે છ દોષો પ્રતિલેખન ક્રિયામાં ન કરવા જોઈએ.
वृत्ति : तथा एते च दोषाः प्रत्युपेक्षणायां न कर्त्तव्याः -
भ
1
મ
आ
॥ ૩૧ ||