SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનકાળના સાધુઓ જીર્ણ-શીર્ણ પ્રકારના વસ્ત્રો વાપરતા, કાપ ન કાઢતા.... અને શરીરની કોઈ પ્રતિકૂળતાને લીધે એમના જ શ્રી ઓઘ-થિ વસ્ત્રોમાં શરીરના પરસેવા-મેલ વગેરેના સંપર્કથી નાની નાની જીવાતો ઉત્પન્ન થવાની સંભાવના રહેતી. ક્યારેક તો શરીરમાં નિર્યુક્તિ M પણ એવી જીવાતો ઉત્પન્ન થતી. તાજેતરમાં જ એક સાધુને આ રીતે શરીરમાં-ચામડીમાં નાની નાની જીવાતો ઉત્પન્ન થતી ભાગ-૨ સાક્ષાત્ દેખાણી. આ જીવાતો વસ્ત્રમાં જ ઘૂસી જાય. એ એટલી બધી નાની હોય અને લગભગ કપડાના રંગની હોય કે જલ્દી ૨૦૯ો | દેખાય પણ નહિ. સાધુઓ પણ દેહમમત્વરહિત હોવાથી તેઓ શરીરની વિશેષ દરકાર ન કરતા. એ જીવાતો શરીરના v પરસેવા-લોહીમાંથી જ પોતાનો ખોરાક મેળવીને જીવે. હવે જો આવો કપડો સીધો જ કાપ કાઢવામાં આવે તો પુષ્કળ જીવો | મરી જાય. વળી આ જીવો કપડાના તાણાવાણામાં એવા તો ઘૂસી ગયા હોય કે જલ્દી દેખાય જ નહિ, એટલે સાધુ પોતાના એ કપડામાં જીવ છે કે નહિ ? એ માટે પ્રથમ પરીક્ષા કરે. એટલે સૌથી અંદરના વસ્ત્રને સૌથી બહારની બાજુ પહેરે. હવે રોજ શરીરની ચામડીમાંથી ખોરાક પામનારા એ જીવો આજે એ ન મળવાથી કપડાની બહાર ધસી આવે... આમ ત્રણ દિવસમાં તો એ બધા જીવો નીકળી જાય.. જો ન હોય તો તો પ્રશ્ન જ નથી. એ પછી પાછા ત્રણ દિ' રાત્રે પોતાની નજીકમાં સ્થાપે... એમ સાત દિન બાદ પાછુ એ વસ્ત્ર પહેરે. હવે જો એમાં જીવાત હોય તો એ સાત દિવસથી ભોજન મળ્યું ન હોવાથી શરીરનું ભોજન કરવા બહાર નીકળે... અને જો નીકળે તો પાછું એનું વિશ્રામણ કરવું પડે. કેમકે હજી એમાં જીવો હોવાથી કાપ ન કઢાય. પરંતુ લગભગ તો આ સાત દિનની પ્રક્રિયામાં બધી જ જીવાતો નીકળી ગઈ હોય, અને આઠમે દિવસે એ વસ્ત્ર પહેર્યા પછી જો કોઈ જીવાત ન દેખાય તો પછી એ વસ્ત્રનો કાપ કાઢે... આ સામાન્યથી વિધિ બતાવી.) : ૨૦૯ો. ૬ - E -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy