________________
શ્રી ઓથ નિર્યુક્તિ ભાગ-૨ |
|| ૧૮૦
નો અર્થ સંબંધી થાય. સાથવાના સંબંધી એટલે કે સાથવાનો બનેલો... ' હવે પછી હું સ્થાપનાપિંડને કહીશ.
ઓઘનિર્યુક્તિ-૩૩૫ : ટીકાર્ય : સ્થાપના બે પ્રકારની છે. સદૂભાવસ્થાપના અને અસદુભાવસ્થાપના. એમાં અક્ષસંબંધી સ્થાપના સર્ભાવસ્થાપના અને અસભાવસ્થાપના એમ બે પ્રકારે થાય છે. (અક્ષ એટલે અત્યારે આપણે જે સ્થાપનાજી x તરીકે રાખીએ છીએ તે...).
પ્રશ્ન : અક્ષમાં પિંડસ્થાપના આ બે પ્રકારે શી રીતે થાય ?
ઉત્તર : જ્યારે એક જ અક્ષની બુદ્ધિ વડે પિંડ તરીકે કલ્પના કરાય એટલે કે એક જ અક્ષપિંડ મનાય, ત્યારે તે ખરેખર s| પિંડ ન હોવા છતાં બુદ્ધિથી પિંડ કપ્યો હોવાથી અસદ્ભાવસ્થાપના કહેવાય. (પિંડ એટલે જથ્થો. અહીં અક્ષ એકજ છે. " જ અક્ષોનો જથ્થો નથી. એટલે એક અક્ષ પિંડ ન કહેવાય) હવે જયારે તે જ અક્ષો ત્રણ. ચાર, પાંચ વગેરે ભેગા કરી એક || જગ્યાએ સ્થપાય ત્યારે તે સભાવસ્થાપના. (અહીં સાચા ત્રણ, ચાર અક્ષો ભેગા કરે તો એ તો ભાવપિંડ જ બની જાય. અહીં તો સ્થાપનાની વાત ચાલે છે. એટલે એમ અર્થ કરવો કે કાગળ વગેરે ઉપર ત્રણ કે તેથી વધારે અક્ષોની આકૃતિ એક સાથે ભેગી દોરવામાં આવે તો એ સભાવસ્થાપના બને. અથવા તો ત્રણ-ચાર અક્ષોના પિંડમાં “આ પંડાઓનો સમૂહ છે...' એ રીતે અન્ય પિંડની સ્થાપના કરાય તે અન્યપિંડની અપેક્ષાએ સદ્ભાવસ્થાપનાપિંડ છે. અક્ષપિંડનો તો ભાવ નિક્ષેપ જ છે.)
આજ પ્રમાણે વરાટકોમાં - કોડીઓમાં અથવા તો કાષ્ઠ કર્મમાં સમજવું. જયારે એક જ લાકડું “આ પિંડ છે” એમ
=
ક
-
૧૮૦