________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ન
ભાગ-૨
// ૧૩૫
ચન્દ્ર.: પ્રશ્ન : એ જગ્યા કેવી હોય ?
ઓઘનિર્યુક્તિ-૩૧૪: ટીકાર્થઃ ઉત્તર : (૧) જે સ્થાનમાં કોઈ પારકી વ્યક્તિનો - લોકનો આપાત અને સંલોક નથી. તે અનાપાત-અસંલોક અંડિલ કહેવાય. (૨) જયાં પ્રવચનનો ઉદ્ઘાહ થવા વગેરે રૂપ ઉપઘાત ન થાય તે અનુપઘાતિક. (૩)
જે ભૂમિ સમ - સીધી હોય કે જેથી જ્યાં સુઠન-ગબડવું ન થાય. જો અંડિલ ભૂમિ ઉંચી નીચી હોય તો ક્યારેક સાધુ પોતે ૪
જ પડી જવાનો ભય રહે. અને જે મળ છોડ્યો હોય તે પણ જમીનની વિચિત્રતાને લીધે ગબડતો જાય અને કીડી વગેરેને મારતો જાય. (૪) જે સ્થાન ઘાસ-કચરો-લાકડા વગેરેથી ઢંકાયેલું ન હોય તે અઝુષિર. જો આવું ઢંકાયેલું હોય તો એમાં અંદર વીંછી-સાપ વગેરે હોવાની શક્યતા છે. ઉપર ઘાસાદિ હોવાથી સાધુને એ નીચે રહેલા સર્પાદિ ન દેખાય અને ત્યાં બેસે, તો 'એ વીંછી, સર્પાદિ આવીને ડંખ મારે, જો નીચે કીડી વગેરે હોય તો એ જ માત્રાના પ્રવાહમાં તણાઈ જાય. (૫) જે જ : અંડિલભૂમિ અચિરકાલકૃત હોય. એટલે કે તેજ બે મહિનાની ઋતુમાં જે ભૂમિ અગ્નિ વડે અચિત્ત કરાયેલી હોય. (જો ઋતુ .
બદલાય તો એ ભૂમિ પાછી સચિત્ત બની જાય. એટલે જે ઋતુમાં જે ભૂમિ શસ્ત્રાદિ વડે અચિત્ત બને, એ જમીન એજ ઋતુમાં આ અચિત્ત રહે, એ પછી પાછી સચિત્ત બની જાય.) ओ.नि. : वित्थिण्णे दूरमोगाढे, नासण्णे बिलवज्जिए ।
तसपाणबीयरहिए उच्चाराईणि वोसिरे ॥३१५॥
' if
૧૩૫ ;