________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૧૨૦
वा' कस्यचिदभिनवश्राद्धस्य भवति, शङ्कादयश्च दोषाः पण्डकस्त्रीविषया भवन्ति, 'गहिए जं चऽण्णं'ति पण्डकस्त्रीभ्यां बलाद्गृहीतस्य यच्चान्यदाकर्षणोड्डाहादि भवति स च दोषः ।
ચન્દ્ર. : વળી બીજા પણ આ બધા દોષો લાગે.
ઓઘનિર્યુક્તિ-૩૦૬ : ટીકાર્થઃ ક્યારેક એવું બને કે સાધુ પાસે પાણી ઓછું હોય, હવે જો સાધુ આવા પરપક્ષાપાતવાળા સ્થાનમાં જાય તો લોકો સાધુને અલ્પ વાણી વાપરતો જોઈ શાસનની નિંદા વગેરે કરે કે “છી ! જૈન સાધુઓ કેવા ગંદા છે.”
ક્યારેક એવું બને કે સાધુ પાસે થંડિલશુદ્ધિ માટેનું પાણી મેલું હોય. (જૂના જમાનામાં તો કાંજીનું પાણી-ધોવણનું પાણી વગેરે પણ સાધુઓ ગીતાર્થ હોવાથી અચિત્ત જાણ્યા બાદ વહોરતા અને પછી એ પાણી લઈ સ્પંડિલ પણ જતા.)
ક્યારેક એવું બને કે પાણીનો અભાવ હોય. (તે વખતે પ્રાયઃ દોષિત પાણી વપરાતું ન હતું. પાણી ન મળે તો પાણી વિના જ સ્પંડિલ જતા, પત્થરાદિનો ઉપયોગ કરી શુદ્ધિ કરી લેતા.)
હવે આ બધી પરિસ્થિતિમાં આ પ્રમાણે દોષો થાય કે (૧) જિનશાસનની અશ્લાઘા-અપ્રશંસા-નિદા થાય. અથવા તો રાજા, નગરશેઠ, મંત્રી વગેરે કોઈક મુખ્ય માણસ સાધુઓને આ રીતે સ્પંડિલ જતા જોઈ ગુસ્સે ભરાઈને ગામ, નગરમાં જાહેરાત કરી દે કે “આ ગંદા, વિચિત્ર સાધુઓને કોઈએ ગોચરી વહોરાવવી નહિ.” (૨) કોઈ નવા શ્રાવકનો શુભ પરિણામ ભાંગી પડે. સાધુઓને અપવિત્ર માનીને જૈનધર્મ છોડી દે, (૩) નપુંસક- સ્ત્રી સંબંધી શંકા વગેરે દોષો પણ થાય. (સાધુ આવા
;
-
૧૨૦I