________________
શ્રી ઓધ-ચ
અને સ્થાપનાકુલોવાળા બધા શ્રાવકો રોજ ઉપાશ્રયાદિમાં આવે જ એવુંય નહિ. રોજ વ્યાખ્યાનો ચાલે એવુંય નહિ. ઘણા નિર્યુક્તિ શ્રાવકો એવા આજેય જોવા મળે છે કે ઘરે સાધુઓ પધારે તો ખૂબજ ભક્તિભાવથી વહોરાવનાર હોય પણ બાકી સાધુઓ
પાસે વંદનાદિ માટે પણ ન જતા હોય...) હવે જે દિવસે સાધુઓને મહેમાનો આવવાદિ કારણસર સ્થાપનાકુલોની વિશિષ્ટ // ૭૭૭ - વસ્તુઓની જરૂર પડી, તે દિવસે સાધુઓ વહોરવા ગયા પણ તે દ્રવ્યો જ નથી. (પ્રશ્ન એ થાય કે “સાધુઓ જતા ન હતા,
આ માટે અત્યારે દ્રવ્ય નથી. અને જો જતા હોત તો એ દ્રવ્ય હોત” . આવું અહીં કહેવાયું છે. તો એનો અર્થ તો એ થયો કે pi એ દ્રવ્યમાં સાધુઓનો આશય છે. અને તો પછી તો દોષિત જ થઈ જાય ને ? તો શી રીતે ચાલે ? એનું સમાધાન એમ or
લાગે છે કે (ક) એ વસ્તુ તો હોય પણ વહોરાવવાના સંસ્કાર ન પડેલા હોવાના કારણે તેઓ વિનંતિ જ ન કરે. એ તરફ લક્ષ્ય આ ભા.-૧૩૨ 1. પાછળ જ ન જાય. જો વચ્ચે વચ્ચે સાધુઓ જતા હોત તો એ વસ્તુ વહોરાવવાનું ચાલુ રહેવાથી હવે પાછી પણ વિનંતિ થાય.
(ખ) એ વસ્તુ પોતાના વપરાશમાં હોય, સાધુઓ થોડી થોડી વહોરતા હોય અને ખાલી થાય તો પછી પોતાને માટે : પાછી એ વસ્તુ લાવે, એમાં કંઈ સાધુને દોષ નથી. પણ હવે જો સાધુઓ ન જાય અને એની મેળે માત્ર પોતાના વપરાશમાં એ ખાલી થાય તો પછી એ વસ્તુ લાવવામાં ક્યારેક વિલંબ પણ થાય, તેની હવે વધુ જરૂર ન હોય તો ન પણ લાવે કે શાંતિથી લાવે. જો સાધુઓ પણ વહોરતા હોય તો એ લાવવામાં વિલંબ ન કરે. આમાં સૂક્ષ્મ રીતે થોડો દોષ લાગતો હોય તો પણ ગ્લાનાદિ માટે એ દોષ ક્ષન્તવ્ય બની રહેતો હોય...વળી વહોરાવવાના સંસ્કાર ન રહેવી ઉલ્લાસપૂર્વક ન વહોરાવે. પ્રમાણ ઓછું વહોરાવે. વિશિષ્ટ દ્રવ્યો ન વહોરાવે. તથા વહોરાવવાના સંસ્કાર ન રહેવાના કારણે પ્રહરૈષણાના દોષ લાગી શકે. allu ૭૭૭IL