________________
શ્રી - નિર્યુક્તિ,
// ૫૪ ||
ભા.-૩
ચન્દ્ર.: ટીકાર્થ : પિંડની અનેક પ્રકારે વિશુદ્ધિ એટલે કે આધાકર્માદિ દોષોના ત્યાગ રૂપ પ્રકારો વડે પિંડનું શુદ્ધગ્રહણ તે પિંડવિશુદ્ધિ. તે કરણ છે.
સં=સમ્યમ્ રીતે ઇતિ=ગમન કરવું તે સમિતિ. અર્થાત્ પ્રાણાતિપાત ન થાય એ રીતે ગમન કરવું તે સમિતિ. પ્રશ્ન : સમિતિ તો પાંચ છે. અહીં તો એકવચનાન્ત શબ્દ છે. તો શું એક જ સમિતિ લેવાની છે?
સમાધાનઃ અહીં જાતિની અપેક્ષાએ એકવચન છે. સમિતિત્વ જાતિ તો એક જ છે ને ? બાકી સમિતિઓ તો ઈર્યાસમિતિ વગેરે પાંચેય લેવાની.
જે ભાવવામાં આવે = વિચારાય તે ભાવના. તે અનિયત્વ વગેરે બાર છે.
પ્રતિમા એટલે અભિગ્રહોના પ્રકારો. તે એકમાસિકી વગેરે બાર ભિક્ષુપ્રતિમાઓ છે. ગાથામાં રહેલા શબ્દથી ભદ્રપ્રતિમા વગેરે પાંચેય લેવાની.
સ્પર્ધાદિ ઇન્દ્રિયોનો નિરોધ એટલે કે તે તે ઇન્દ્રિયોના ઇષ્ટવિષયોમાં રાગનો અભાવ અને તે તે ઇન્દ્રિયોના અનિષ્ટ વિષયોમાં દ્વેષનો અભાવ તે પણ કરણ છે.
નિq ધાતુ અક્ષરોનો વિન્યાસ કરવાના અર્થમાં છે. આ નિરવું ધાતુની પૂર્વે પ્રતિ ઉપસર્ગ લગાડીએ, વુડન્તનો મન દા આદેશ થાય, અને ડાન્ () પ્રત્યય લાગે એટલે પ્રતિ+તિ+અ+ = પ્રતિલેખના શબ્દ બને.
૫૪ |