SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ એકેય સાધુ જાગતો ન હોય તો બધી ઉપાધિ ચોરાઈ જવાની, બગડી જવાની, નાશ પામવાની શક્યતા હોવાથી આ નુકસાન નિર્યુક્તિ અટકાવવા શાસ્ત્રકારોએ આવું ફરમાન કર્યું કે “જો બધા ઉંઘી જાય, એકેય જાગતો ન હોય તો કશું નુકસાન ન થાય તો પણ બધી જ ઉપધિ રદ = અકલ્પનીય = પરિઝાપનીય બની જાય.” આ ફરમાન અનુસાર સાધુઓ અપ્રમત બને.) || ૬૧૭ તથા રસ્તામાં આવતા ગોકુળ વગેરેમાં દૂધની યાચના કરવાની ઈચ્છાથી અટકી જતો, ગચ્છથી છૂટો પડતો એવો જે સાધુ ગચ્છની સાથે ભેગો ન થાય, તેની પણ ઉપધિ હણાય. પ્રશ્ન : પણ આની ઉપાધિ શા માટે હણાય ? ઉત્તર : એકાકીને પરિભ્રમણ કરવાનું શાસ્ત્રમાં કહ્યું નથી. એકાકી ફરનારો તો પ્રમાદી બને છે, એટલે જ ગોકુળાદિમાં ભા.-૯૩ એ પ્રતિબંધ કરે = અટકે = રાગી બને, તો પણ ઉપધિ હણાય. હા જે સાધુ તે દિવસે જાગે, તે દિવસે કશું ન વાપરે અને ગોકુળાદિમાં પ્રતિબંધવાળો ન બને, તે આવા પ્રકારનો | સાધુ તે દિવસે ગચ્છની સાથે ભેગો ન થાય તો પણ તેની ઉપધિ ન હણાય. (કારણવશાત કોઈક સાધુ પાછળ પડી જાય, તો આખી રાત જાગે, ગોચરી ન વાપરે, ગોકુળાદિમાં પ્રતિબંધવાળો ન બને તો જ એની ઉપધિ ગચ્છ સાથે ભેગો ન થવા છતાંય ન હણાય.). છે વધારે શું કહેવું ? રાત્રે જાગતો કે ગોકુલાદિમાં પ્રતિબંધ ન કરતો જોકે ઘણા બધા દિવસો બાદ લાંબા કાળે મળે તો પણ કે તેની ઉપધિ ન હણાય. કેમકે તે અપ્રમાદમાં તત્પર છે. (ગોકુળાદિમાં પ્રતિબદ્ધ બને તો રાત્રે ન ઉંઘે છતાં પણ ઉપધિ હણાય, all ૯૧૭. 3 t E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy