________________
શ્રી ઓઘ- 2 नियुति
// ૫૧૭ll
નિ.-૧૩૬
चिन्तयन्ति-'मलयपत्तसरिसया' मौलं-आद्यं यत्पर्ण निस्सारं परिपक्वप्रायं तत्तुल्या वयमत एव च परिभूतास्ततश्च. व्रजाम:-इत्येवं स्थविराश्चिन्तयन्ति, यदि वा 'मूलयपत्तसरिसया' मूलकपत्रतुल्याः शाकपत्रप्राया वयम् ।
ચન્દ્ર.: હવે જો ગચ્છના વૃદ્ધ સાધુઓને પૃચ્છા કરે તો
ઓશનિયુક્તિ-૧૩૬: ગાથાર્થ: યુવાનો બાહ્યભાવ પામે, ઉપધિપ્રતિલેખન ન કરે, કૃતિકર્મ ન કરે. (જો માત્ર યુવાનોને પુછો તો) સ્થવિરો વિચારે કે શાકના પાંદડા જેવા આપણે પરિભૂત થયેલા છીએ. અન્યત્ર જતા રહીએ.
ટીકાર્થ : જે આચાર્ય વૃદ્ધ સાધુઓને જ પૃચ્છા કરે તો તરુણ સાધુઓ બાહ્યભાવ પામે. પ્રશ્ન : ભલે પામે પણ એથી તેઓ શું કરી લેવાના?
સમાધાન : તેઓ આચાર્ય, ગ્લાન, વૃદ્ધાદિની ઉપધિની પ્રતિલેખના ન કરે, આચાર્યાદિના પગ ધોવા વગેરે રૂપ વૈયાવચ્ચ પણ ન કરે.
હવે જો માત્ર યુવાનોને જ પુછે તો શું દોષ ? એ કહે છે કે વૃદ્ધ સાધુઓ આ પ્રમાણે વિચારે કે “આપણે તો જે સૌથી પ્રથમ પાંદડું હોય, કે જે નિઃસાર, લગભગ પાકી ગયેલા જેવું હોય, તેના જેવા જ આપણે છીએ. એટલે જ આપણે આચાર્ય વડે ઉપેક્ષિત કરાયા છીએ. તો પછી આવા અપમાનજનક સ્થાનમાં નથી રહેવું. બીજે જતા રહીએ.”
આ પ્રમાણે સ્થવિરો વિચારે.
I ૫૧૭