SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ vi ને , ભા.-૫૨ શ્રી ઓધ-ચ આશય એ છે કે ક્યારેક ગામમાં પહેલા પ્રહર માત્રમાં જ ભિક્ષાવેલા હોય અને આ નહિ જાણતો સાધુ બહાર ઉભો નિર્યુક્તિ રહે તો પ્રહર પસાર થઈ જાય એટલે સાધુ ભિક્ષાવેલા ગુમાવી દે. (સાધુ એમ સમજે કે “૧૧-૧૨ વાગે અંદર જાઉ.” પણ | | ક્યારેક ગામડાઓમાં એવું બને છે કે નવ વાગ્યા સુધીમાં તો બધા ખેતરે જતા રહે. બપોરે ત્યાં ગોચરી મળતી જ ન હોય.) ૪૧૪il ક્યારેક એવું બને કે એ ગામમાં આગલા દિવસે ક્યાંક સંખડી થઈ હોય અને એમાં વધી પડેલ વાસી ભોજન (મિષ્ટાન્ન- - ફરસાણાદિ) ગૃહસ્થોએ આજે સવારે જ વાપર્યું હોય. આથી બહાર ઉભો રહેલો સાધુ તે ભોજન ગુમાવે. (જો અંદર પ્રવેશી | ઇ ગયો હોત તો આ બધું પામી શકત.) અથવા ક્યારેક એવું બને જે શ્રાવકના ઘરે ગોચરી વહોરવા માટે સાધુ ગામ બહાર ભિક્ષાવેલા થવાની રાહ જોઈને બેઠો | હોય, તે શ્રાવક પોતાના ઘરમાં જે રાંધેલું હોય કે પકાવેલું હોય તેને સવારે જ ભાથા તરીકે લઈને બીજા ગામમાં ગયેલો હોય. ! " એટલે આ સાધુને તો પછી કશું ન મળે. આમ સાધુ તે ભોજનથી પણ ભ્રષ્ટ થાય. આ કારણસર આ બધા નુકશાનોના ભયને લીધે જ ભિક્ષાવેલા ન થઈ હોય તો પણ ગામમાં પ્રવેશ કરી દેવો, પણ ગામ બહાર ન ઉભા રહેવું. પ્રશ્ન : ગામમાં પ્રવેશ કરતા સાધુની શું વિધિ છે ? સમાધાન : ગોચરી માટે ગામમાં પ્રવેશતો સાધુ આજુબાજુ “ક્યાંક શૂન્યગૃહ વગેરે છે કે નહિ?” એ બધું જોઈ લે. કેમકે શક્ય છે કે કદાચ તે શૂન્યગૃહાદિમાં જ ગોચરી વાપરવાનો અવસર આવે. (તે વખતે કંઈ ઉપાશ્રયો હતા નહિ. હવે * લૅટૅ •t + F | વો ૪૧૪||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy