________________
મો
શ્રી ઓઘ થ
નિર્યુક્તિ
કરે એ માટે પણ બારણાનો ભાગ છોડીને બાજુ પર રહે.)
(પાઠાંતરમાં પ્રતિહત્ય લખેલ છે. એનો અર્થ થાય “બારણે દાંડા વગેરેથી ખખડાવીને” પણ એ અર્થ આગળ આવનારી પંક્તિઓ સાથે સંગત થતો નથી લાગતો, માટે અમે “તિત્ય' (પરિત્ય) પ્રમાણે અર્થ લીધો છે.)
॥ ૩૪૮ ॥
હવે જો સાધુ વડે નિસીહિ કરાયે છતેં પણ સ્વાધ્યાયમાં લીન સાધ્વીજીઓ સાધુને ન જુએ, તો પછી સાધુ બોલે કે “સાધુ મ આવેલો છે.”
स्स
આ રીતે સાધુ વડે કહેવાયે છતે તે સાંભળીને સાધ્વીઓએ બહાર નીકળવાનું છે. હવે તેમાં શું વિધિ છે ? તે હવે બતાવે છે કે પ્રવર્તિની = મુખ્ય સાધ્વી ક્યારેક વૃદ્ધા હોય તો ક્યારેક તરુણી હોય. તો આ કારણસર અહીં વિભાષા=કલ્પના=વિકલ્પ શ્ન કરવાનો છે.
તે આ પ્રમાણે—તેમાં જો સ્થવિરા પ્રવર્તિની નીકળે તો એ પોતાની સાથે બીજા એક કે બીજા બે સાધ્વીજીઓ સાથે નીકળે, પણ એકલા ન નીકળે.
હવે જો તરુણી પ્રવર્તિની હોય, તો પછી તે ત્રણ કે ચાર વૃદ્ધા સાધ્વીઓ સાથે નીકળે. (પ્રવર્તિની -ગીતાર્થ-પરિપક્વ હોવાથી સાધુ સાથે વાત એણે જ કરવાની છે. હવે જો પોતે વૃદ્ધા હોય તો પછી એની સાથેના બીજા સાધ્વી યુવાન કે વૃદ્ધા ગમે તે હોય તે ચાલે. એટલે જ એમાં કોઈ સ્પષ્ટ વિધાન નથી કર્યું કે “વૃદ્ધા નીકળે...” પણ પ્રવર્તિની તરુણી હોય, તો ભલે એ સાધુ સાથે વાત કરે. પણ ત્યારે વૃદ્ધાઓની હાજરી અત્યંત આવશ્યક બની રહે છે. માટે ત્યાં સ્પષ્ટ લખ્યું કે ત્રણ
મા
स्थ
f
स
म
VT
स्स નિ.-૭૭
મ
ओ
I
म
리
વૈં ॥ ૩૪૮ ॥