________________
નિ.-૭૧
શ્રી ઓઇ-હ્ય
જે ઉપદેશ આપે તે બરાબર ધારી લેવો. નિર્યુક્તિ ' તેમાં દ્રવ્યથી ઉપદેશ આ પ્રમાણે કે –શાલિદન, કઢાયેલું દૂધ ગ્લાનને આપવું વગેરે... ક્ષેત્રથી ઉપદેશ આ પ્રમાણે
કે * પવન વિનાના સ્થાનમાં ગ્લાનને રાખવો. કાળથી ઉપદેશ આ પ્રમાણે કે – પહેલી પોરિસી, બીજી પોરિસીમાં ગ્લાનને I ૩૩૨ ||
| આપવું. ભાવથી ઉપદેશ આ પ્રમાણે કે + ગ્લાનને પ્રતિકૂળ થાય તે રીતે કોઈપણ વ્યવહાર વર્તન કરનારા ન બનવું. " (૭) આનયન : હવે જો વૈદ્ય એમ કહે કે “તમે કહો છો, એ બધું બરાબર. પણ મારે ગ્લાનને સાક્ષાત તપાસવો જરૂરી | લાગે છે. પહેલા હું એને જોઈ લઉં...” તો પછી તે વૈદ્યને ગ્લાનની પાસે લઈ જવો. પરંતુ ગ્લાનને વૈદ્ય પાસે ન લઈ જવો.
ર પ્રશ્ન : કેમ ?
સમાધાન : આ વધારે ગ્લાન છે, માટે જ તો ગ્લાનને લીધા વિના સાધુઓ જ વૈદ્ય પાસે પૃચ્છા કરવા ગયા હતા. હવે આવા ગ્લાનને વૈદ્ય પાસે ઉંચકીને લઈ જવામાં આવે તો આ બધું જોઈને લોક ક્યારેક એમ બોલે કે “આ નક્કી મરી ગયો ! લાગે છે. માટે ઉંચકીને લઈ જાય છે. અને જો આવું બોલે તો એ અપશકુન થયેલું ગણાય.
અથવા તો આવી રીતે એને લઈ જવામાં એને મુશ્કેલી ઘણી પડવાથી કદાચ એ બેભાન થાય કે પછી વૈદ્યના ઘરે પહોંચીને ત્યાં જ મરી જાય. એટલે ગ્લાનને ત્યાં ન લઈ જવો. (૮) ગંધોદક : પ્રશ્ન : વૈદ્ય જયારે ઉપાશ્રયમાં આવતો હોય ત્યારે શું વિધિ જાળવવી ?
= સમાધાનઃ સુગંધી દ્રવ્યો ત્યાં સન્નિહિત કરાય. સ્થાપિત કરાય, અને આ રીતે સુગંધી દ્રવ્યોની સ્થાપના કરવા માટે ત્યાં
૩૩૨ /