________________
मो
હોય તો ઉપાશ્રયમાંથી ન નીકળવું, નીકળી ગયા પછી વંટોળીયો શરુ થાય અને જો ઉપાશ્રયની નજીકમાં જ હોય તો પાછા ફરવું. પણ જો ઉપાશ્રયથી દૂર નીકળી ગયા હોય તો પછી શૂન્યગૃહ કે ગાઢવૃક્ષની નીચે ઉભા રહેવાને બદલે આટલી વિશેષતા સમજવી કે એક પર્વતના નિતંબમાં = તળેટી / મધ્યભાગમાં કે વનનિકુંજમાં ઉભા રહેવું. (પર્વતના તે તે ભાગમાં ઉભા રહીએ તો વિરુદ્ધ દિશામાંથી આવતા પવનને પર્વત જ અટકાવે એટલે એમાં આપણને વિરાધના ન લાગે. તેમ ચારે બાજુ ઘટાદાર મૈં વૃક્ષોવાળા સ્થાનમાં ઉભા રહીએ તો પવનને એ વૃક્ષાદિ જ અટકાવે એટલે ત્યાં પણ એ વંટોળીયા વગેરેની આપણા દ્વારા વિરાધના ન થાય.)
॥ ૨૬૬ ॥
શ્રી ઓઘ
નિર્યુક્તિ
પણ જો આ પર્વતનો ભાગ કે વનનિકુંજ પ્રદેશ સર્પ-સિંહાદિના ભયવાળો હોય તો પછી ત્યાં ઉભા ન રહેવાય. તે વખતે છિદ્ર વિનાના કામળી વગેરે રૂપ ગાઢ વસ્ત્રને ઓઢીને નીકળવું. તથા વસ્ત્રના કોણાઓ લટકતા ન રહે એની કાળજી કરવી. । જો એ લટકતા રહે તો એ ઉડ્યા કરવાથી એના દ્વારા વાયુની વિરાધના થાય.
भ
આમાં જ્યારે મોટા પવનમાં સાધુ જતો હોય અને એણે વસ્ત્રથી શરીર ઢાંકી દીધું હોય તો એણે સચિત્ત વાયુની યતના કરેલી કહેવાય. મહાવાયુ સચિત્ત છે, અને કામળી ઓઢવાથી એની વિરાધના ઘટે છે એટલે એ સચિત્ત વાયુયતના છે.
તથા સાધુ એ વસ્રના ખૂણાઓ લટકતા ન રહે એ પ્રયત્ન કરે છે. આ અચિત્ત વાયુની યતના છે. (વસ ઉડવાથી અચિત્તવાયુ ઉત્પન્ન થાય અને એ વાયુ બીજા ચિત્તવાયુનો ઘાતક બને. પણ અહીં વસ્ત્ર ઉડવા દેતો નથી. એટલે અચિત્તવાયુ ઉત્પન્ન થવા દેતો નથી. આમ સાધુએ અચિત્તવાયુની યતના કરી કહેવાય... )
vij
व
|
हा
H
નિ.-૪૧
॥ ૨૬૬॥