SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ શ્રી ઓઘ-ચ દાવાનલ પસાર થઈને આગળ વધી જાય એટલા એટલા સ્થાનમાં સાધુ આગળ વધતો જ જાય. 1 હવે જો એ દાવાનલ પ્રતિકૂળ હોય અર્થાત્ સાધુ પશ્ચિમ તરફ જતો હોય અને તે તરફથી પૂર્વ તરફ દાવાનલ આવી રહ્યો હોય ત્યારે જે ભીના પ્રદેશો હોય ત્યાં આ સાધુ ઉભો રહે. એટલે દાવાનલ આગળ આવે તોય એ ભીના પ્રદેશમાં ન ૨૬૩ ll પ્રવેશે, જેથી સાધુને એ દાવાનલ કોઈ નુકસાન ન કરે. - અથવા તો તણખલા વિનાના ચોખ્ખા મેદાન જેવા ભાગમાં ઉભો રહે. દાવાનલ આગળ વધે તોય એને આવા મેદાનમાં " ઈંધન ન મળવાથી ત્યાં એ પ્રવેશી ન શકે. નિ.-૪૦ જો ભીનો પ્રદેશ કે તૃણરહિત પ્રદેશ ન હોય તો પછી ચામડા વડે જાતને ઢાંકીને ઉભો રહે. (પશુ વગેરેનું જાડું ચામડું - આખા શરીર ઉપર ઓઢી લે તો એ ચામડું બળે પણ અંદર રહેલો સાધુ ન બળે. ચામડું જાડું હોવાથી જલ્દી બળી ન જાય “ '? એટલે એ ન બને ત્યાં સુધી સાધુને રક્ષણ મળે અને એટલા કાળમાં દાવાનલ આગળ વધી જાય એટલે સાધુ એ બળતા ચામડાને ' ફેંકી દે. આમ પોતે બચી જાય. જયાં આવા દાવાનલનો ભય હોય ત્યાં સાધુ પહેલેથી આવુ ચામડું લઈને જ જાય.' પ્રાચીનકાળમાં આવા ચામડાઓ પુષ્કળ મળતા.) જો આવું ચામડું ન હોય તો પછી કામળી વગેરે વસ્ત્રને પાણીથી ભીનું કરીને તેના વડે જાતને ઢાંકે. પછી ત્યાં ઉભો રહે. (આ રીતે કરવાથી ચામડા જેવું રક્ષણ તો ન મળે, છતાં ય તેના કરતા અલ્પ પણ રક્ષણ થાય. કદાચ થોડુંક દાઝે, તોય || ૨૬૩ T. જાન બચે. આ તો છેવટે બચવાના છેલ્લા છેલ્લા ઉપાયો ય કરવા જ પડે. અથવા તો આવી ભીની કામળી ઓઢવાથી બળતા
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy