SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ શ્રી ઓઘ- ત્ય મરે તોય આના કારણે સદ્ગતિ થાય.) T હોડીમાં ચડ્યા બાદ ત્રણ સ્થાન છોડીને બાધા વિનાના સ્થાને રહે. તે ત્રણ સ્થાન આ પ્રમાણે-હોડીની સૌથી આગળના ભાગમાં ન બેસવું. કેમકે ત્યાં હોડીના અધિષ્ઠાયક દેવનો નિવાસ હોય. (એ કોષે ભરાય) હોડીની સૌથી પાછળના ભાગમાં | ૨૫૭ | ન ન બેસવું. કેમકે પાછળ જો બીજી હોડી આવતી હોય તો અને એ આ હોડીને અથડાય તો પોતે ત્યાં જ બેઠો હોવાથી પોતાને મુશ્કેલી પડે. તથા હોડીની સૌથી વચ્ચેના ભાગમાં ન બેસવું. કેમકે હોડીની વચ્ચેનો ઘણો ખરો ભાગ પાણીમાં ડુબી જતો જ હોય છે એટલે જો હોડીમાં પાણી આવે તો એ વચ્ચેના ભાગમાં તો સૌથી પહેલા આવે. કેમકે એ ભાગ જ સૌથી વધુ અંદર vr) નિ.-૩૮ ડુબેલો હોય છે. નાવિક ત્યાં રહેલા માણસો દ્વારા એ પાણી ખોબે-ખોબે બહાર કાઢવાનું કામ કરાવતો હોય છે. એટલે સાધુ | જો ત્યાં ઉભો રહે તો એને પણ એ પાણી ઉલેચવાનું કહેવામાં આવે. આ કરવું ન પડે એ માટે ત્યાં પણ ન રહેવું. | | પ્રશ્ન : તો પછી ક્યાં રહેવું ? સમાધાન આ ત્રણ સ્થાન છોડી પાસે – પાર્વે-બાજુ પર(બાકી બચેલા ભાગોમાં) રહેવું. ત્યાં પણ ઉપયોગવાળો અને નવકાર ગણવામાં તત્પર રહે. (સ્વાધ્યાય કે વાતચીત ન કરે.) પ્રશ્ન : આ રીતે નિર્વિઘ્ન જયારે કિનારે પહોંચે ત્યારે શું વિધિ ? સમાધાન : ત્યાં હવે બતાવાશે એ યતના પાળે. | ૨૫૭ll
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy