________________
શ્રી ઓઘ-ય નિર્યુક્તિ
' || દો
वृत्ति : तत्रैतदुपक्रमणं-'विंशतिवर्षपर्यायस्य दृष्टिवादो दीयते नारतः, इयं तु प्रथमदिवस एव दीयते, प्रभूतदिवसलभ्या सती स्वल्पदिवसलभ्या कृतेत्यर्थः,
ચન્દ્ર, : પ્રશ્ન : આ બધું તો બરાબર, પણ એને ઉપક્રમકાલ કેમ કહેવાય છે ?
ઉત્તર ઃ તેમાં ઉપક્રમણ આ છે કે વીસ વર્ષના દીક્ષા પર્યાયવાળાને જ દૃષ્ટિવાદ=બારમું અંગ (કે જેમાં ચૌદપૂર્વે આવેલા છે) અપાય છે એના પહેલા દૃષ્ટિવાદ અપાતો નથી. એટલે આ રીતે જોવા જઈએ તો ઓઘસામાચારી વગેરે પણ પૂર્વની અંદરના હોવાથી એ પણ છેક વીસમાં વર્ષે જ પ્રાપ્ત થાય જયારે એમાંથી નિર્મૂઢ કરાયેલ આ ઓઘનિર્યુક્તિ તો દીક્ષાના પહેલા દિવસે જ અપાય છે.
અર્થાત્ ૨૦ વર્ષે પ્રાપ્ત થનારી ઓઘસામાચારી ખૂબ જ ઓછા દિવસે પ્રાપ્ત થનારી ભદ્રબાહુસ્વામી વડે કરાઈ. આમ | કાળની અપેક્ષાએ આ સામાચારી નજીક લવાઈ હોવાથી એ ઉપક્રમકાલ કહેવાય. (દૂર રહેલા કાળને નજીક લવાયો. એટલે કે દૂરના કાળમાં મળનારી વસ્તુ નજીકના કાળમાં મેળવી શકાય એવી કરાઈ... આ ઉપક્રમકાલ થયો.)
वृत्ति : एवं पदविभागसामाचारी दशधासामाचार्यपीति ।
ચન્દ્ર, : જેમ ઓઘસામાચારીમાં ઉપક્રમકાલની વિચારણા કરી. એમ પદવિભાગ સામાચારી અને દશવિધ સામાચારી