________________
E
'
E
F
=
=
નિ.-૩૨
=
શ્રી ઓઘ
એ સિવાયના બાકીના ભેદો તો પૂર્વવતુ સમજવા. માત્ર ચલનો પ્રતિપક્ષ-વિરુદ્ધ અચલ આવશે. એ ડોલવાના નિર્યુક્તિા સ્વભાવવાળો ન હોવાથી અચલ કહેવાય. અસ્થિરનો પ્રતિપક્ષ સ્થિર છે. ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત હોવાથી સ્થિર કહેવાય.
આ બધા સ્થિરાદિમાં ગમન કરવું. // ૨૩૮ ||
આ પાઠાંતર પ્રમાણે તો ૬ પદો છે. અનેકાંગી + ચલ + અસ્થિર + પરિસાડી + સાલંબવર્જિત + સભય. એટલે એના કુલ ૬૪ ભાંગા થશે. - કોઈક વળી આ ૩૨મી ગાથા આ પ્રમાણે કહે છે કે gift... (૧) એકજ અંગથી બનેલો હોય તે એકાંગી, ચલ એટલે ડોલવાના સ્વભાવવાળો, અસ્થિર એટલે નીચે પ્રતિષ્ઠિત ન હોય તે, પરિસાડી, આલંબવર્જિત અને સભય. | આ છ પદો વડે ૬૪ ભાંગા થાય.
(પ્રશ્ન : આ લોકોના મતે તો ૬ પદોમાંથી છેલ્લા પાંચ પદો ખરાબ છે, અને પહેલું પદ સારું છે. પણ આવો પાઠ સંગત ન થાય. ગાથામાં કાં તો બધા પદો સારા બતાવી એના ભાંગા કરવાનું સૂચન હોય અથવા તો બધા પદો ખરાબ બતાવી એના ભાંગા કરવાનું સુચન હોય. માત્ર (એકાંગી) પદ સારુ અને બાકીના પાંચ પદ જ ખરાબ બતાવવા. એ નિરૂપણની શૈલિ જ વિચિત્ર લાગે છે.)
સમાધાન : ભાઈ ! આ ૬૪ ભાંગામાં જે ૩૩મો ભાંગો આવે ને ? એ જ આ લોકોના મતે આ ગાથામાં બતાવેલો 1 છે. અને આ રીતે વચ્ચેનો ભાંગો બતાવવા દ્વારા તુલાદંડ ગ્રહણ ન્યાયથી ૬૪ ભાંગાનું ગ્રહણ થઈ જાય. જેમ ત્રાજવાને
=
all ૨૩૮ ા.