________________
શ્રી ઓઘ-
નિર્યુક્તિ
| ૪ ||
હવે તો અવયવાર્થ અનુવર્તે છે. એમાં પણ કાલદ્વારનો અવસર છે. તેનું પ્રતિપાદન કરવા માટે આ કાલદ્વારના પેટા કારોનું વર્ણન કરતું સૂત્ર પણ બતાવી દીધું છે. દ્રવ્યકાલ, અદ્ધાકાલ, યથાયુષ્યકાળ, ઉપક્રમકાળ...વગેરે.
આ ગાથાનો પણ સમુદાયાર્થ કહેવાઈ ગયો છે.
હવે અવયવાર્થ કહેવાનો છે. તેમાં પણ ઉપક્રમકાળનું નિરૂપણ કરવા માટે આ ગાથાસૂત્ર કહ્યું કે ” બે પ્રકારનો ઉપક્રમ કાળ છે : (૧) સામાચારી (૨) યથાયુષ્ક, સામાચારી ત્રણ પ્રકારની છે. (૧) ઓઘ સામાચારી (૨) દશવિધ સામાચારી (૩) આ પદવિભાગ સામાચારી. (આલોચના-પ્રાયશ્ચિત્તાદિ સંબંધી સામાચારી) - (એ ગાથાસૂત્રનો જ અર્થ હવે ખોલે છે.)
वृत्ति : तत्रोपक्रम इति कः शब्दार्थः ? उपक्रमणं उपक्रमः, उपशब्दः सामीप्ये 'क्रमु पादविक्षेपे' उपेति सामीप्येन क्रमणं उपक्रमः-दूरस्थस्य समीपापादनमित्यर्थः, तत्रोपक्रम द्विधा-सामाचार्युपक्रमकालः यथायुष्कोपक्रमकालश्च, तत्र सामाचार्युपक्रमकालस्त्रिविधः-ओघसामाचार्युपक्रमकालः दशधासामाचार्युपक्रमकालः पदविभागसामाचार्युपक्रमकालश्च, तत्रौघसामाचारी-ओघनियुक्तिः, दशधासामाचारी 'इच्छामिच्छे 'त्यादि, पदविभागसामाचारी कल्पव्यवहारौ।।
ચન્દ્ર. તેમાં ‘ઉપક્રમ' એ જે પદ છે. તેનો અર્થ શું? એ વિચારવાનું છે. ૩૫ શબ્દ નજીક એવા અર્થમાં છે અને મેં ધાતુ પગ મૂકવા = ચાલવું... એવા અર્થમાં છે. અર્થાત્ “દૂર રહેલી વસ્તુને નજીક લાવવી એ ઉપક્રમ' એમ ઉપક્રમશબ્દનો અર્થ થાય.
a
| ૪ |