SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ = H શ્રી ઓધ-ચ (૧) શાસ્ત્રકારો સાધુના શરીરને કોઈપણ નુકસાન થાય એ માન્ય નથી રાખતા, સચિત્ત વગેરે માર્ગથી જવાની પણ છૂટ છે નિર્યુક્તિ આપે છે, પણ શરીરનો ઘાત થાય એ મંજુર રાખતા નથી. એનું કારણ એ જ કે જો સાધુ મરે તો સંયમયુક્ત માનવભવ ગુમાવી | બેસે કે જે અતિદુર્લભ છે. આ ભવમાં તો જેટલું વધારે જીવાય એટલું સારુ. એટલે એને ટકાવવા થોડી વિરાધના કરવી પડે ને ૨૨૦ ll ન તો ય એમાં સંયમ ટકાવવાનો જ પરિણામ હોવાથી દોષ લાગતો નથી. વળી પ્રાયશ્ચિત્ત કરીને એ પાપની શુદ્ધિ મેળવી શકાય જ છે. ટૂંકમાં સંયમવિરાધના કરતાં આત્મવિરાધના મોટી છે. એટલે શરીરને નુકસાન પહોંચે એવા માર્ગે વિહાર ન કરવો. વર્તમાનમાં અંધારાના વિહારો, નેશનલ હાઈ-વે વિહારો , નિ.-૨૬ વગેરે જાનના જોખમવાળા છે. કાંટાવાળા કાચા રસ્તાના વિહારો... આ બધું સ્વયં વિચારી લેવું. | (૨) “શુષ્ક પૃથ્વીમાર્ગ પણ સચિત્ત હોય અને આદ્ર પૃથ્વી માર્ગ પણ અચિત્ત હોય' એ બધું ઉપરના ભાગાઓમાં દેખાય | ' છે. પ્રાચીનકાળના સાધુઓ વિશિષ્ટ શ્રુતજ્ઞાનાદિના બળે આ બધાનો નિર્ણય કરી શકતા હશે. અત્યારે આ બાબતમાં સ્પષ્ટ નિર્ણય કરવો ઘણો જ કપરો છે. પણ જયાં ઘણાની અવરજવર હોય ત્યાં એ માર્ગ અચિત્ત થયો હોવાનું અનુમાન કરાય છે. અવરજવર વિનાના સ્થાનમાં સચિત્તતાની શક્યતા રહે છે. વર્તમાનમાં સચિત્ત-અચિત્તનો વિવેક પૃથ્વી વગેરેમાં સૂક્ષ્મજ્ઞાનને આધીન છે. એ વિના આ બધો નિર્ણય કરવાનું કામ આ કપરું છે એ ધ્યાનમાં લેવું. all ૨૨૦I. = = = H B *re
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy