________________
મારી પાસે કોઈ એવો વિશેષ બોધ નથી, છતાં આ ભાષાંતર લખવામાં અને એમાં ક્ષતિઓ ન રહે એ માટે બનતી મહેનત કરી છે. એ બધાની પાછળ એકમાત્ર ભાવ સ્વહિતનો અને વર્તમાન સંયમીઓના હિતનો જ છે. એટલે આમાં ભૂલો દેખાય તો અવશ્ય ગીતાર્થ મહાપુરુષો એ તરફ ધ્યાન દોરે.
એક ખાસ સૂચનઃ ઉપદેશમાલામાં કહ્યું છે કે, “વર્તમાનમાં ઘણા બધા પાસFા વગેરે શિથિલો હોવાના. એ બધાને ; જોઈને જે આત્માર્થી મધ્યસ્થ નથી બનતો. “આ તો આવા છે, આ તો તેવા છે.” વગેરે રૂપે એની નિંદા-ટીકા કરે છે. એ એ આત્માર્થી આત્મહિત ગુમાવી બેસે છે, પોતાની જાતને કાગડો બનાવે છે.”
સંવિગ્નસાધુકુલકમાં કહ્યું છે કે, “વર્તમાન કાળમાં સંયમમાં શિથિલોની નિંદા પણ ન કરવી કે સભાની મધ્યમાં અનુમોદના પણ ન કરવી. તેઓને સમજાવવાનો, આચારમાર્ગે વાળવાનો પ્રયત્ન કરવો, પણ જો એમને સમજાવીએ તો એ | ગુસ્સે ભરાતા હોય તો મૌન રહેવું.”
આ શાસ્ત્રવચનો એમ કહે છે કે “બીજાઓ આવા છે, બીજાઓ તેવા છે...” વગેરે વિચારો, શબ્દોચ્ચારો કે સ્વહિતની હાનિ કરનારા છે. એટલે પ્રસ્તુત ગ્રન્થમાં જે જે સુંદર આચારો બતાવ્યા છે, એ એટલા માટે નહિ કે આ આચારો જાણીને આપણે બીજાઓની નિંદા કરતા થઈએ કે, “જુઓ, શાસ્ત્રમાં તો આ આચાર લખ્યો છે, આ બધા તો આ આચાર પાળતા જ નથી, શિથિલ છે.”
એ બધું જ આચારવર્ણન એટલા માટે છે કે આપણે આપણી જાત માટે એ વિચારતા થઈએ કે “બીજાની પંચાત મારે નથી