________________
શ્રી ઓઘ-ધ
હવે આચાર્યદ્વાર કહે છે. નિર્યુક્તિ ભાષ્ય-૩૧ : ટીકાર્થ : દિવસની ચોથી પૌરુષીમાં આચાર્યે એક સાધુને કહ્યું કે, “તારે અમુક સ્થાને જવાનું છે.”
પ્રશ્ન : આચાર્યે તે એક સાધુને જ શા માટે આ રીતે કથન કર્યું? | ૧૫૮
સમાધાન: ગચ્છમાં એવો અભિગ્રહ લેનારા પણ કો'ક સાધુ હોય કે, “આચાર્યશ્રીનું કોઈપણ કામ આવે તે માટે હું ગમે - ત્યાં બહાર જવાનું હોય તો તત્પર રહીશ.” હવે આ સાધુ આવા અભિગ્રહવાળો જ હતો એટલે આચાર્યે એને ઉપર મુજબ T સૂચના કરી.
ભો.-૩૧ હવે આ પ્રમાણે આચાર્ય વડે કહેવાયેલો તે સાધુ બધા જ ઉપકરણ અથવા તો પાત્રા-પલ્લાદિને ઉગ્રહિત કરે. (તૈયાર કરી રાખે.) માત્રક તો તેણે વિહાર કરવાના સમયે જ લેવાનું છે, એટલે તે માત્રકમાં તો ગાંઠ આપી દે કે જેથી ફરીથી તેનું જ 'પ્રતિલેખન ન કરવું પડે. (પૂર્વકાળના સાધુઓ બે જ પાત્રા રાખતા. એમાં સૌથી મોટું પાડ્યું એ પાત્રક કહેવાતું અને એના આ
કરતા નાનું પાત્રુ એ માત્રક કહેવાતું. તે શા માટે રાખવામાં આવતું? એ વાત આગળ બતાવશે. તથા જો સાંજે માત્રકને વસ્ત્ર વડે બાંધીને ગાંઠ ન લગાડે, તો દિવસે નીકળતી વખતે પાછું તેનું પ્રતિલેખન કરવું જરૂરી બને. જેમ રાત્રે ઘડો ખુલ્લો રાખ્યો હોય તો સવારે એને અંદરથી પ્રતિલેખન કરી પછી જ એના ઉપર ટોક્સી વગેરે ઢંકાય. નહિ તો અંદર ફસાયેલા જીવો મરી પણ જાય. પણ જો રાત્રે જ એના ઉપર લૂણું ઢાંકી દઈએ, બાંધી દીએ તો પછી સવારે તેને અંદરથી બરાબર જોવાની જરૂર ન રહે, એમ આ માત્રકમાં પણ સમજવું.)
વળ ૧૫૮.