SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ ભાષ્ય - ૨૨ : ટીકાર્થ : જ્યારે સાધુઓ છૂટા પડે ત્યારે જ તેઓ પરસ્પર સંકેત કરી લે કે,“આગળ અમુક સ્થાને બધાએ ભેગા થવું” આ જ તેઓ માટે પાછળથી ભેગા થવાનો ઉપાય છે. પ્રશ્ન : ચાલો, એ સંકેત કરેલા સ્થાને બધા વારાફરતી પહોંચે ત્યારે તેઓ વચ્ચે ત્યાં પરસ્પર શું વિધિ છે ? || ૧૩૨ || સમાધાન : જે રત્નાધિક ગીતાર્થ હોય, તે ત્યાં પહેલા પહોંચ્યો હોય કે પછી પહોંચ્યો હોય, એને જ બધા સાધુઓ ૫ આલોચના આપે. (છૂટા પડ્યા ત્યારથી માંડીને આ સ્થળે ભેગા થયા ત્યાં સુધી જે કંઈ દોષો સેવાયા હોય, જે કોઈ પ્રસંગો બન્યા હોય એ બધા ગીતાર્થને જણાવવા એ જ આલોચના.) -- स्स જો ગીતાર્થ રત્નાધિક ન હોય, અર્થાત્ જે રત્નાધિક હોય = મોટો હોય એ ગીતાર્થ ન હોય તો પછી જે નાનો સાધુ મેં પણ ગીતાર્થ હોય તેને સાધુઓ આલોચના આપે. स्थ પ્રશ્ન : સાધુઓએ કેટલો પ્રદેશ ઉલ્લંઘીને આગળ જતા રહેવું ? સમાધાન : દેવતા કેવી છે ? એ પ્રમાણે પ્રદેશ ઉલ્લંઘવાનો રહે. કોઈક અશિવકારિણી દેવતા સૌમ્યમુખી હોય.. પ્રશ્ન : આ કેવી વાત કરો છો ? અશિવકારિણી દેવતા સૌમ્યમુખવાળી હોય ? તમે શું બોલો છો ? સમાધાન : જે દેવતા વિવક્ષિત પ્રદેશની પછીના તરતના જ પ્રદેશમાં અશિવકારિણી ન બનતી હોય તે દેવતા એ દૃષ્ટિએ સૌમ્યમુખી કહેવાય. દા.ત. ગુજરાતમાં અશિવ કરનારી દેવી મહારાષ્ટ્રમાં ગયેલાને કંઈ ન કરે તો એ સૌમ્યમુખી કહેવાય. જે બીજા પ્રદેશમાં પણ ન છોડે તે કૃષ્ણમુખી કહેવાય. દા.ત. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બે ય સ્થળે જે દેવતા ન છોડે. भ ס ओ ભા.-૨૨ म हा વ ॥ ૧૩૨ ॥ स्स
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy