________________
શ્રી ઓઘ-
ટીકાર્થ : સ્પષ્ટ જ છે. માત્ર જે શબ્દ છે એનાથી વિહાર કરતો કે સ્થાન પર રહેતો... એમ બે વિશેષણો પણ નિર્યુક્તિ સમજવા. (કોઈ સાધુ કારણસર એકલો સ્થિરવાસી હોય તો એ સ્થાનસ્થિર + કારણિક + એક કહેવાય. એ જ જો કારણસર
એકલો વિહાર કરનારો હોય તો એ વિહારી + કારણિક + એક કહેવાય. હવે જો આ બે ય માં કારણ કોઈ જ ન હોય અને // ૧૦૬ - એકલો સ્થિરવાસી કે વિહારી હોય તો એ પ્રમાણે બીજા બે ભેદ પડે.
આ ચારભેદથી જેમ એક-એક સાધુ મળે, એમ અનેક સાધુઓ પણ આ ચાર ભેદથી મળે. એટલે એમ કુલ ૮ ભેદ થાય. (૧) એક કારણિક વિહારી (૨) એક કારણિક સ્થિરવાસી (૩) એક નિષ્કારણિક વિહારી (૪) એક નિષ્કારણિક સ્થિરવાસી (૫) અનેક કારણિક વિહારી (૬) અનેક કારણિક સ્થિરવાસી (૭) અનેક નિષ્કારણિક વિહારી (૮) અનેક નિષ્કારણિક સ્થિરવાસી
નિ.-૬
ત્રીને ૧૦૬.